In Surat/ માંગરોળની પીપોદરા GIDCમાં બનાવ, મિલ માલિકે કારીગરને માર્યો

પીપોદરા GIDCમાં વિશ્વકર્મા ઇન્દ્રસ્ટ્રીયલ એસ્ટેટના મિલ માલિકે કામદારને મારવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ઘટનાને પગલે તમામ કામદારો રોષે ભરાતા આજરોજ રસ્તા પર ઉતરી આવ્યા હતા.

Top Stories Gujarat

Surat News : સુરત જિલ્લાના માંગરોળની પીપોદરા GIDCમાં છેલ્લા પંદરેક દિવસથી ભારે બબાલ ચાલી રહી છે. જેમાં મિલ માલિકે એક કારીગરને મારવાની ઘટના સામે આવી હતી. કામદાર ઈજાગ્રસ્ત થતા સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.

પીપોદરા GIDCમાં વિશ્વકર્મા ઇન્દ્રસ્ટ્રીયલ એસ્ટેટના મિલ માલિકે કામદારને મારવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ઘટનાને પગલે તમામ કામદારો રોષે ભરાતા આજરોજ રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમજ સપ્તાહમાં પાળી બદલાય ત્યારે એક દિવસ રજા આપવાની માગ કરી રહ્યા હતા. જોકે, કંપની બંધ કરાવતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

આ ઘટનાને લઈ તાત્કાલિક જિલ્લા પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસને જોઈ કામદારોનું ટોળુ બેકાબૂ બની ગયું હતું.  ટોળાએ પથ્થરમારો શરૂ કરી દેતા નાસભાગ મચવા પામી હતી. જેમાં પોલીસની ગાડીના કાચ તૂટ્યા હતા.  ઉપરાંત, સમગ્ર મામલો વધુ ઉગ્ર બનતા પોલીસે ટીયરગેસના 6 સેલ છોડીને માહોલને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે, ભારેલા અગ્નિ જેવી સ્થિતિ ચારેબાજુ હોવાથી પોલીસે પેટ્રોલિંગ કરતી જોવા મળી છે. પથ્થરમારો કરતા અમુક કામદારો પોલીસના હાથે ઝડપાયા છે. તેમની અટકાયત કરી, પોલીસે મિલ માલિક સામે ફરિયાદ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ચીખલીના સાદકપોર ગામમાં રામજી ભૂતબાપાની મૂર્તિ ખંડિત કરાતા લોકોમાં રોષ

આ પણ વાંચો:પતંગરસિયાઓ…આ વર્ષે અમદાવાદની પોળની ઉતરાયણ બની મોંઘી…

આ પણ વાંચો:અમરેલીમાં કૂવામાંથી ત્રણ મૃતદેહ મળતા શોકનું મોજુ ફરી વળ્યું