Not Set/ કેરળ પૂર પીડિતોની વ્હારે અંબાણી પરિવાર, આપી કેટલાક રાજ્યોથી પણ વધારે મદદ

પૂરના કારણે વિનાશ સામે ઝઝૂમી રહેલા કેરળની મદદ માટે દુનિયાભરના લોકો અને ભારતના ઘણા રાજ્યોની સરકારો આગળ આવી છે. આ ઉપરાંત અંબાણી પરિવાર અને રિલાયન્સ ફાઉન્ડેશને પૂર પીડીતો ની મદદ માટે મુખ્યમંત્રી રાહત કોષમાં 21 કરોડ રૂપિયાની આર્થિક મદદ કરવાનું એલાન કર્યું છે. સાથે જ રિલાયન્સ ફાઉન્ડેશને 51 કરોડ રૂપિયાની રાહત સામગ્રી પણ મોકલવાનું એલાન […]

Top Stories India

પૂરના કારણે વિનાશ સામે ઝઝૂમી રહેલા કેરળની મદદ માટે દુનિયાભરના લોકો અને ભારતના ઘણા રાજ્યોની સરકારો આગળ આવી છે. આ ઉપરાંત અંબાણી પરિવાર અને રિલાયન્સ ફાઉન્ડેશને પૂર પીડીતો ની મદદ માટે મુખ્યમંત્રી રાહત કોષમાં 21 કરોડ રૂપિયાની આર્થિક મદદ કરવાનું એલાન કર્યું છે. સાથે જ રિલાયન્સ ફાઉન્ડેશને 51 કરોડ રૂપિયાની રાહત સામગ્રી પણ મોકલવાનું એલાન કર્યું છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ રિલાયન્સની મદદ કોઈ પણ ભારતીય કંપનીના મુકાબલે સૌથી વધારે તો છે જ, સાથે કેટલાક રાજ્યો દ્વારા કરવામાં આવેલી મદદથી પણ ઘણી વધારે છે.

 

આ વિષે રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપરસન નીતા અંબાણીએ કહ્યું કે કેરળના લોકો મોટી મુસીબતનો સામનો કરી રહ્યા છે. ફાઉન્ડેશનની ટીમ ત્યાં મુસીબતમાં ફંસાયેલા લોકોની દરેક રીતે મદદ કરી રહી છે. અમે લોકોની સહાયતા માટે મુખ્યમંત્રી રાહત કોષમાં 21 કરોડ રૂપિયાની મદદ કરી છે.

આ ઉપરાંત રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા કેરળમાં પૂરના કારણે તબાહ થયેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ઠીક કરવા, રાહત કેમ્પ લગાવવા, સ્કૂલો અને હોસ્પિટલોનું સમારકામ કરવાનું એલાન કર્યું છે.

કેન્દ્ર સરકારની વાત કરવામાં આવે તો પીએમ મોદીએ પૂર રાહત કોષમાં કેરળને 500 કરોડ રૂપિયાની મદદનું એલાન કર્યું હતું. આ પહેલા ગૃહમંત્રી રાજનાથ સિંહે પણ 100 કરોડ રૂપિયાની મદદ કરવાનું એલાન કરી ચુક્યા છે. સાથે જ પીએમ મોદીએ રાજ્ય સરકારને આશ્વાસન આપ્યું કે અનુરોધ અનુસાર ખાદ્યાન્ન, દવાઓ સહીત રાહત સામગ્રી પ્રદાન કરવામાં આવશે.

જણાવી દઈએ કે કેરળ પૂર પીડિતો માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 10 કરોડ રૂપિયા આપવાનું એલાન કર્યું છે. કોંગ્રેસે બધા સાંસદો, ધારાસભ્યો, એમએલસી એ પોતાનું એક મહિનાનું વેતન કેરળ પૂર પીડિતો ને આપવાની ઘોષણા કરી છે.