pm narendra modi/ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘આઈ શ્રી સોનલ માં’ના જન્મ શતાબ્દી સમારોહને સંબોધિત કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂનાગઢમાં ‘આઈ શ્રી સોનલ મા’ની જન્મ શતાબ્દી ઉજવણીને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે સોનલ માએ સમાજમાં શિક્ષણ માટે અદ્ભુત કામ કર્યું છે.

Top Stories India

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂનાગઢમાં ‘આઈ શ્રી સોનલમાં’ની જન્મ શતાબ્દી ઉજવણીને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે સોનલ માએ સમાજમાં શિક્ષણ માટે અદ્ભુત કામ કર્યું છે.

‘સોનલ મા આધુનિક યુગ માટે પ્રકાશની દીવાદાંડી સમાન હતી’

પીએમએ કહ્યું કે સોનલ માંએ સમાજને વ્યસન અને નશાના અંધકારમાંથી દૂર કરીને નવો પ્રકાશ આપ્યો. સોનલ માએ સમાજને દુષણોથી બચાવવા માટે સતત કામ કર્યું. તે આધુનિક યુગ માટે દીવાદાંડી સમાન હતા. સોનલ માંનું સમગ્ર જીવન લોક કલ્યાણ માટે સમર્પિત હતું.

સોનલ મા એકતા અને અખંડિતતાના મજબૂત રક્ષક હતા – પીએમ મોદી

જન્મ શતાબ્દી સમારોહને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે સોનલ મા દેશની એકતા અને અખંડિતતાના મજબૂત રક્ષક હતા. ભારતના ભાગલા સમયે જૂનાગઢને તોડવાના કાવતરા ચાલી રહ્યા હતા ત્યારે સોનલ તેમની સામે મા ચંડી ની જેમ ઊભા હતા’.

’22 જાન્યુઆરીએ તમારા ઘરોમાં શ્રી રામ જ્યોતિ પ્રગટાવો’

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે જ્યારે 22 જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે ત્યારે સોનલ મા ખૂબ ખુશ હશે. આજે હું તમને બધાને વિનંતી કરીશ કે 22 જાન્યુઆરીએ તમારા ઘરોમાં શ્રી રામ જ્યોતિ પ્રગટાવો. ગઈકાલથી જ અમે દેશભરના મંદિરોમાં સ્વચ્છતા અભિયાન પણ શરૂ કર્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ચીખલીના સાદકપોર ગામમાં રામજી ભૂતબાપાની મૂર્તિ ખંડિત કરાતા લોકોમાં રોષ

આ પણ વાંચો:પતંગરસિયાઓ…આ વર્ષે અમદાવાદની પોળની ઉતરાયણ બની મોંઘી…

આ પણ વાંચો:અમરેલીમાં કૂવામાંથી ત્રણ મૃતદેહ મળતા શોકનું મોજુ ફરી વળ્યું