Rajkot News/ લોહીના સંબંધો લજવાયા! પુત્રની હત્યા કરનાર પિતાને આજીવન કેદની સજા

રાજકોટ સેશન્સ કોર્ટે 31 વર્ષીય પુત્ર મહેશની હત્યા (Murder) કરનાર પિતા બટુક કુકડીયાને આજીવન કેદની સજા ફટકારી છે. પત્નીની જુબાની અને વૈજ્ઞાનિક પુરાવા આધારે ફેંસલો.

Gujarat Top Stories Rajkot
Murder

Rajkot Son Murder Case : પિતા-પુત્રના પવિત્ર સંબંધને લજવનારી રાજકોટના ભાડલા પંથકની એક ઘટનામાં કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. પોતાના જ જુવાનજોધ દીકરાની લાકડીના ફટકા મારી હત્યા (Murder) કરનાર નરાધમ પિતા બટુક કુકડીયાને રાજકોટ સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા અને ₹25,000નો દંડ ફટકાર્યો છે. આ કેસમાં ખુદ પત્નીએ જ પતિ વિરુદ્ધ જુબાની આપી ન્યાય અપાવ્યો છે.

શું હતી સમગ્ર ઘટના?

બનાવની વિગત મુજબ, ગત 9 માર્ચ, 2023ના રોજ આરોપી બટુક કુકડીયાએ તેના 31 વર્ષીય પુત્ર મહેશની નિર્મમ હત્યા કરી હતી. મહેશ કનેસરા ગામે પોતાની વાડીએ પાણી વાળવા ગયો હતો. જ્યારે તેની માતા રેખાબેન વાડીએ તપાસ કરવા ગયા, ત્યારે પુત્ર લોહીલુહાણ હાલતમાં બ્લેન્કેટમાં લપેટાયેલો મળી આવ્યો હતો. તેના કપાળના ભાગે ગંભીર ચીરો હતો. રેખાબેને આ હત્યા પાછળ પોતાના પતિનો જ હાથ હોવાની શંકા સાથે ભાડલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Murder

વિજ્ઞાન અને પુરાવાએ અપાવ્યો ન્યાય

કેસની સુનાવણી દરમિયાન બચાવ પક્ષે કોઈ નજરે જોનાર સાક્ષી ન હોવાની દલીલ કરી હતી, પરંતુ સરકારી વકીલ એસ. કે. વોરાએ વૈજ્ઞાનિક પુરાવા રજૂ કરતા જણાવ્યું કે મૃતક મહેશનું ‘A’ બ્લડ ગ્રુપ આરોપી પિતાએ આપેલી લાકડી પર મળી આવેલા લોહીના ડાઘા સાથે મેચ થાય છે. વધુમાં, જો આરોપીએ હત્યા ન કરી હોય તો તેને લોહીવાળી લાકડી ક્યાં છુપાવી છે તેની જાણ હોઈ શકે નહીં, આ સચોટ તર્ક અને પુરાવાએ આરોપીની સંડોવણી સાબિત કરી દીધી હતી.

Murder

માતાએ પુત્રના Murder કરનારને કર્યો જેલ ભેગો

આ કેસમાં સૌથી મહત્વનું પાસું માતા રેખાબેનની જુબાની રહી હતી. તેમણે કોર્ટમાં જણાવ્યું હતું કે તેમનો પતિ બટુક રખડતો-ભટકતો રહેતો અને દીકરાઓ પાસે પૈસાની માંગણી કરી અવારનવાર ઝઘડા કરતો હતો. આ જ અદાવતમાં તેણે પોતાના પુત્રનો જીવ લીધો હતો. અધિક સેશન્સ જજ આઈ. બી. પઠાણે આ તમામ પાસાઓ અને પુરાવાઓને ધ્યાને રાખી આરોપી પિતાને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સેક્સની માંગણી નકારતા યુવકે સોફ્ટવેર એન્જિનિયરની હત્યા કરી

આ પણ વાંચો: ચૂંટણી વચનના નામે 500 શ્વાનોની હત્યા, 9 લોકો વિરુદ્ધ પોલીસ કેસ

આ પણ વાંચો: સુરતમાં ધોળા દિવસે બિલ્ડરની હત્યા, પરિવારની ફાંસીની માંગ