telangana news/ ચૂંટણી વચનના નામે 500 શ્વાનોની હત્યા, 9 લોકો વિરુદ્ધ પોલીસ કેસ

તેલંગાણામાં ચૂંટણી વચન પૂરું કરવા માટે 7 દિવસમાં 500 રખડતા શ્વાનોની (Stray Dogs) હત્યા કરવામાં આવી છે. જાણો શું છે આખી ઘટના.

NATIONAL India Trending
Stray Dogs

Telangana Stray Dogs Killing: તેલંગાણામાં રખડતા શ્વાનોની સમસ્યાનો ઉકેલ લાવવાના નામે એક અત્યંત અમાનવીય અને ગંભીર ઘટના સામે આવી છે. રાજ્યના કામારેડ્ડી અને હમ્માનાકોંડા જિલ્લામાં માત્ર એક અઠવાડિયામાં અંદાજે 500 જેટલા રખડતા શ્વાનો (Stray Dogs) ને ઝેરી ઇન્જેક્શન આપીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હોવાનો આરોપ લાગ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, આ ક્રૂરતા ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન આપેલા વચનો પૂરા કરવા માટે કરવામાં આવી હોવાનું કહેવાય છે.

ઝેરી ઇન્જેક્શન આપીને સામૂહિક હત્યા

Telangana Stray Dogs Killing 2026 ની વિગતો મુજબ, ‘સ્ટ્રે એનિમલ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા’ દ્વારા 12 જાન્યુઆરીના રોજ માચરેડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. કામારેડ્ડી જિલ્લાના ભવાનીપેટ અને પલવાંચા સહિતના ગામોમાં લગભગ 200 શ્વાનોની હત્યા કરી દેવામાં આવી. જ્યારે હમ્માનાકોંડા જિલ્લાના શાયમપેટ અને અરેપલ્લી ગામોમાં અન્ય 300 શ્વાનોની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે.

ચૂંટણી વચન પાળવા માટે સરપંચોએ લીધો જીવ

આરોપ છે કે ચૂંટણી દરમિયાન ઉમેદવારોએ રખડતા શ્વાનો અને વનારોના ત્રાસમાંથી મુક્તિ અપાવવાનું વચન આપ્યું હતું. આ વચન પૂરું કરવા માટે સરપંચોએ ‘કિશોર પાંડે’ નામના વ્યક્તિને શ્વાનોને મારવા માટે ભાડે રાખ્યો હતો. શ્વાનોના મૃતદેહોને ગામની બહાર જમીનમાં દાટી દેવામાં આવ્યા હતા, જે હવે પોસ્ટમોર્ટમ માટે બહાર કાઢવામાં આવ્યા છે. આ કેસમાંબે મહિલા સરપંચો અને તેમના પતિઓ સહિત નવ લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટ આજે રખડતા શ્વાન કેસની સુનાવણી કરશે, જેમાં મુખ્ય સચિવો હાજર રહેશે

આ પણ વાંચો: રખડતા શ્વાન મામલે સુપ્રીમ કોર્ટની સુનાવણી ચાલુ,SCની મહત્વની ટિપ્પણી

આ પણ વાંચો: અમદાવાદમાં રખડતા શ્વાનનો વધતો આતંક, એક જ દિવસમાં 5થી વધુને કરડાયા