Tech News : યુગોથી મનુષ્યના મનમાં એક જ પ્રશ્ન રમી રહ્યો છે – “મરતી (Death) વખતે શું થાય છે?” આપણે ફિલ્મોમાં જોયું છે કે મરતી વખતે વ્યક્તિને સફેદ પ્રકાશ દેખાય છે અથવા જૂની યાદો તાજી થાય છે. અત્યાર સુધી આ બધી વાતો માત્ર કલ્પના માનવામાં આવતી હતી.
પરંતુ હવે વિજ્ઞાન આ રહસ્યની ખૂબ નજીક પહોંચી ગયું છે. તાજેતરમાં થયેલા એક રિસર્ચ મુજબ, મૃત્યુ એ કોઈ ‘સ્વીચ ઓફ’ જેવી ઘટના નથી, પણ મગજની એક અત્યંત સક્રિય પ્રક્રિયા છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે મરતી વખતે વ્યક્તિનું મગજ ‘લાઈફ રિકોલ’ (Life Recall) મોડમાં જતું રહે છે.
છેલ્લી પળોમાં શું ચાલે છે મગજમાં?
અમેરિકાની લુઈસવિલે યુનિવર્સિટીના ન્યુરોસર્જન ડો. અજમલ જેમ્મારની આગેવાનીમાં થયેલા એક સ્ટડીમાં ચોંકાવનારા તારણો સામે આવ્યા છે.
ધબકારા બંધ, પણ મગજ ચાલુ: રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જ્યારે હૃદય ધબકવાનું બંધ કરી દે છે (Cardiac Arrest), ત્યારે પણ લગભગ 30 સેકન્ડ સુધી મગજ સંપૂર્ણપણે સક્રિય રહે છે.
ગામા તરંગો: મૃત્યુ (Death) સમયે મગજમાં ‘ગામા ઓસિલેશન’ (Gamma Oscillations) નામના તરંગોનું પૂર આવે છે. આ એ જ તરંગો છે જે આપણે જ્યારે ખૂબ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, સપના જોઈએ છીએ અથવા જૂની યાદો વાગોળીએ છીએ ત્યારે સક્રિય હોય છે.
યાદોની ફિલ્મ: આનો અર્થ એ થયો કે મરતી વખતે વ્યક્તિ પોતાની જિંદગીની સૌથી સુંદર અને યાદગાર ક્ષણોને એક ફ્લેશબેકની જેમ ફરીથી જીવે છે.
આ શોધ કેવી રીતે થઈ? (અકસ્માતે મળેલું સત્ય)
આ શોધ કોઈ પ્લાનિંગ સાથે નહોતી થઈ.
ડોક્ટરો 87 વર્ષના એક દર્દીની સારવાર કરી રહ્યા હતા જેને વાઈ (Epilepsy) નો હુમલો આવ્યો હતો. તેના મગજની તપાસ માટે EEG મશીન લગાવેલું હતું.
અચાનક દર્દીને હાર્ટ એટેક આવ્યો અને તેનું મૃત્યુ (Death) થયું. પરંતુ EEG મશીન ચાલુ હોવાથી મરતી (Death) વખતે મગજમાં શું થયું તે રેકોર્ડ થઈ ગયું. આ ડેટાએ દુનિયાને બતાવ્યું કે મૃત્યુ સ (Death) મયે મગજ શાંત નથી પડતું, પણ વધારે એક્ટિવ થઈ જાય છે.
શું ખરેખર મૃત્યુ (Death) પહેલા ‘સફેદ પ્રકાશ’ દેખાય છે?
ઘણા લોકો જેઓ મૃત્યુના મુખમાંથી પાછા આવ્યા છે (Near Death Experience), તેઓ દાવો કરે છે કે તેમણે એક અંધારી સુરંગના અંતે સફેદ પ્રકાશ જોયો હતો. વિજ્ઞાન પાસે હવે તેનો પણ જવાબ છે.
વૈજ્ઞાનિક કારણ: જ્યારે હૃદય બંધ થાય છે, ત્યારે મગજને ઓક્સિજન મળવાનું બંધ થઈ જાય છે. આ કારણે આંખના રેટિના અને મગજના વિઝ્યુઅલ કોર્ટેક્સ વચ્ચેનો સંપર્ક તૂટવા લાગે છે.
ટનલ વિઝન: આ પ્રક્રિયાને કારણે દ્રષ્ટિ સંકોચાય છે અને ‘ટનલ વિઝન’ સર્જાય છે, જે વ્યક્તિને અંધારામાંથી અંજવાળા તરફ જવાનો ભાસ કરાવે છે.
શાંતિનો અનુભવ કેમ થાય છે?
મૃત્યુ (Death) સમયે ડર લાગવાને બદલે ઘણા લોકોને શાંતિનો અનુભવ થાય છે. તેનું કારણ છે ‘એન્ડોર્ફિન’ (Endorphins).
જ્યારે શરીરને લાગે છે કે અંત નજીક છે, ત્યારે મગજ ભારે માત્રામાં એન્ડોર્ફિન અને અન્ય હોર્મોન્સ રિલીઝ કરે છે. આ કેમિકલ્સ શરીરના દુખાવા અને ડરને દબાવી દે છે, જેથી વ્યક્તિને છેલ્લા સમયે પરમ શાંતિનો અનુભવ થાય છે.
આ સંશોધન આપણને વિચારતા કરી મૂકે છે કે જીવન ક્યારે પૂરું થાય છે? હૃદય અટક્યા પછી પણ થોડી સેકન્ડો માટે ચેતના જીવંત રહે છે. કદાચ કુદરતે જ એવી વ્યવસ્થા કરી છે કે મનુષ્ય પોતાની જિંદગીની શ્રેષ્ઠ પળોને યાદ કરીને દુનિયામાંથી વિદાય લે.
(ડિસ્ક્લેમર: આ આર્ટિકલ આંતરરાષ્ટ્રીય રિસર્ચ અને વૈજ્ઞાનિક તથ્યો પર આધારિત છે. દરેક વ્યક્તિના અનુભવ અલગ હોઈ શકે છે.)




