Gandhinagar Kite Festival 2026: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ઉતરાયણના પર્વ નિમિત્તે ઉમંગ અને ઉલ્લાસનું વાતાવરણ જોવા મળ્યું હતું. સેન્ટ્રલ વિસ્ટા ખાતે સહાય ફાઉન્ડેશન દ્વારા આયોજિત ‘ગાંધીનગર પતંગ મહોત્સવ 2026’ નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાનદાર પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે CMએ નગરજનો સાથે પતંગ ઉડાડી, તલ-ચિક્કી અને લાડુની મજા માણી મકરસંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવી હતી.
Gandhinagar Kite Festival 2026નો પ્રારંભ
મુખ્યમંત્રીએ આકાશમાં પતંગોત્સવના બલૂન ઉડાડીને પતંગ મહોત્સવ 2026ની વિધિવત શરૂઆત કરાવી હતી. મુખ્યમંત્રીએ ખુદ પતંગની ડોર હાથમાં પકડી આકાશમાં પતંગ ઉડાડ્યો હતો અને ઉપસ્થિત નગરજનો તેમજ બાળકો સાથે સંવાદ કરી તહેવારની ખુશીઓ વહેંચી હતી.

સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના
નાગરિકોને મકરસંક્રાતિની શુભેચ્છા પાઠવતા CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “જેમ પતંગ આકાશમાં નવી ઊંચાઈઓ સર કરે છે, તેમ મકરસંક્રાંતિનું આ પર્વ ગુજરાતના દરેક નાગરિકના જીવનમાં ઉન્નતિ, સુખ, શાંતિ અને સમૃદ્ધિની નવી ઊંચાઈઓ લાવનારું બને.” તેમણે સૌને સુરક્ષિત રીતે તહેવાર ઉજવવા પણ અનુરોધ કર્યો હતો.

મોટી સંખ્યામાં બાળકો અને નગરજનો હાજર
Kite Festival કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, ડેપ્યુટી મેયર નટુજી ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસ સહિતના રાજકીય અગ્રણીઓ અને જિલ્લા કલેક્ટર મેહુલ દવે તેમજ મોટી સંખ્યામાં બાળકો અને નગરજનો હાજર રહ્યા હતા.
આ પણ વાંચો: PM મોદીએ જર્મન ચાન્સેલર સાથે સાબરમતી રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો
આ પણ વાંચો: આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026નું 12 જાન્યુઆરીએ PM મોદીના હસ્તે ઉદ્ઘાટન
આ પણ વાંચો: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસે અંગદાન મહાદાનનો સંદેશ, 5,441 પતંગોનું વિતરણ
