Dharm & Bhakti: વિક્રમ સંવત 2082માં લાભ પાંચમ (Labh Pancham) રવિવારના દિવસે 26 ઓક્ટોબર (26 October)ના રોજ આવનાર છે. વર્ષ 2025ની દિવાળી (Diwali)થી દેવદિવાળી સુધીના તહેવારોમાં લાભ પંચમીનું વિશેષ મહત્વ રહેલું છે. આ દિવસે મોટા ભાગના લોકો પોતાના વ્યવસાયનો નવા વર્ષમાં પુન: પ્રારંભ કરે છે.
ભારતીય સમાજમાં આ પર્વ જ્ઞાન પંચમી (Gyan Panchami) અથવા તો સૌભાગ્ય પંચમી તરીકે પણ પ્રચલિત છે. આ શુભ દિવસે કાર્યનો પ્રારંભ કરવાથી સુખ, સમૃદ્ધિ અને સફળતા મળશે એવી આસ્થા જનમાનસમાં વસેલી છે. આ વખતે વર્ષ 2025માં 26 ઓક્ટોબર, રવિવારે આ તહેવાર (Festival) આવશે જેને લોકો નવીન શરુઆત માટે અત્યંત શુભ ગણે છે અને કદાચ આથી જ નવા વર્ષે આ દિવસથી વેપારીવર્ગ પોત-પોતાના ધંધા-વેપાર (Business)ના શ્રી ગણેશ કરે છે.

કારતક મહિનાની સુદ પાંચમે (Kartik Sud Panchami) આવતો આ પવિત્ર દિવસ માતા લક્ષ્મી (Lakshmi), ગણેશ અને ભગવાન ભોળાનાથની આરાધના કરવા માટે વિશેષ ગણાય છે. નવું સાહસ, નવો વેપાર કે નવી વસ્તુની ખરીદી માટે આ આખો દિવસ ઉત્તમ રહે છે. વળી, આ દિવસે પૂજા કરવી, જરુરિયાતમંદ વ્યક્તિઓેને દાન કરવું (Donation) તથા નવા કાર્યનો શુભારંભ કરવો જોઇએ. તો ચાલો હવે જાણી લઇએ લાભ પાંચમે પૂજા કરવાના મુહૂર્ત અને પૂજા વિધિ (Puja Mahurat & Puja Vidhi) અંગે વિસ્તૃત રીતે…

પૂજા વિધિ
1. વહેલી સવારે ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુભ ચોઘડિયામાં સૂર્ય નારાયણને જળ અર્પણ કરવું.
2. ભગવાન શિવ અને ગણેશ (Shiv, Ganesha)ની મૂર્તિ કે છબિ સ્થાપિત કરવી. સોપારીને નાડાછડી પહેરાવીને એની અક્ષત પર સ્થાપના કરવી.
3. ફૂલ, ચંદન, દૂર્વા અને સિંદૂર ગણેશજીને અર્પણ કરવા.
4. ભગવાન શિવને ભસ્મ, બીલીપત્ર, ધતૂરાના ફૂલો અને સફેદ વસ્ત્ર અર્પણ કરવા.
5. શ્રી ગણેશને મોદક (Modak)નો અને શિવજીને દૂધથી બનેલો પ્રસાદ ધરાવવો. ત્યાર બાદ યથાશક્તિ મંત્રજાપ કરીને ભાવથી પૂજન કરવું અને સુખ અને સફળતાની કામના કરવી.
ગણેશ પંચમ મંત્ર
“લમ્બોદરં મહાકાય ગજવક્ત્રં ચતુરભુજં
આવાહ્યમ્યહં દેવં ગણેશં સિદ્ધિદાયકં”
શિવ પંચમ મંત્ર
“ત્રિનેત્રાય નમસ્તુભ્યં ઉમાદેહાર્દધારિણે
ત્રિશૂલધારિણે તુભ્યં ભૂતાનાં પતયે નમ:”

લાભ પાંચમનું શુભ મુહૂર્ત
રવિવારે સવારે 6 વાગીને 41 મિનિટથી લઇને 10 વાગીને 29 મિનિટ સુધીનું મુહૂર્ત કોઇ પણ નવું કાર્ય પ્રારંભ કરવા માટે શુભ (Shubh) રહેશે. આ સમય દરમિયાન દાન આપવું પણ ઉત્તમ ફળ પ્રદાન કરશે.
લાભ પાંચમના દિવસના ચોઘડિયા
ચલ- સવારે 7: 30 થી 9: 00
લાભ-સવારે 9: 00 થી 10: 30
અમૃત-સવારે 10: 30 થી 12: 00
શુભ-બપોરે 1: 30 થી 3: 00
લાભ પાંચમના રાત્રિના ચોઘડિયા
શુભ- સાંજે 6: 00 થી 7: 30
અમૃત- સાંજે 7: 30 થી 9: 00
ચલ- રાત્રે 9: 00 થી 10: 30
લાભ- રાત્રે 1: 30 થી 3: 00
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
