Dharma & Bhakti/ જો તમે પ્રથમ વાર જ ગણેશ વિસર્જન કરી રહ્યાં છો તો જાણો, અનંત ચતુર્દશીએ બાપ્પાની વિદાય ક્યારે અને કેવી રીતે?

જો તમે પણ પ્રથમ વખત જ ગણેશજીની સ્થાપના કરેલી હોય, તો વિસર્જનની વિધિ અને એના નિયમો અવશ્ય જાણી લેવા જોઇએ. તો ચાલો જાણીએ કે, અનંત ચતુર્દશીએ…

Trending festival Rashifal Dharma & Bhakti

Dharm & Bhakti: શ્રી ગણેશ ભગવાન (Lord Ganesha) રિદ્ધિ-સિદ્ધિ અને શુભ-લાભના દેવ છે જે સર્વ વિઘ્નોને હરનાર અને સુખ પ્રદાન કરનાર છે. ગણેશોત્સવ 2025 (Ganeshotsav 2025)ના દસેય દિવસ હવે પૂર્ણતાના આરે છે ત્યારે ગણપતિની વિદાયની ઘડીઓ નજીક હોવાથી ભક્તો ભાવવિભોર બનતા જોવા મળે છે. બાપ્પાની દસ દિવસ સુધી વિધિ-વિધાનપૂર્વક પૂજા કર્યા બાદ, હવે ભારે હૈયે પરંતુ, ધામધૂમથી એમને વિદાય આપવા ભક્તો સજ્જ બન્યા છે. જો તમે પણ પ્રથમ વખત જ ગણેશજીની સ્થાપના કરેલી હોય, તો એમના વિસર્જન (Visarjan)ની વિધિ અને એના નિયમો અવશ્ય જાણી લેવા જોઇએ. તો ચાલો જાણીએ કે, અનંત ચતુર્દશી(Anant Chaturdashi)એ ગણપતિજીને ક્યારે અને કઈ વિધિથી વિસર્જન કરવું યોગ્ય રહેશે?

ગણેશ વિસર્જનના ચોઘડિયા- 6 સપ્ટેમ્બર 2025 (Muhurt 6 September)

શુભ મુહૂર્ત- સવારે 7:36 થી 9:10 સુધી

ચર, લાભ અને અમૃત- બપોરે 12:19 થી સાંજે 5:02 સુધી

લાભ- સાંજે 6:37 થી રાત્રે 8:02 સુધી

શુભ, અમૃત, ચલ- રાત્રે 9:28 થી 1:45 સુધી

ગણેશ વિસર્જનના ચોઘડિયા- 7 સપ્ટેમ્બર 2025(Muhurt 7 September)

લાભ- સવારે 4:36 થી 6:02 સુધી

અનંત ચતુર્દશીએ કેવી રીતે કરવું ગણેશ વિસર્જન?

હિન્દુ સનાતન ધર્મમાં જેટલી ધામધૂમથી ગણેશજીને ઘરમાં સ્થાપિત કરવામાં આવે છે, એટલી જ ધૂમધામપૂર્વક એમને વિદાય પણ આપવામાં આવે છે. વિસર્જન કરનાર વ્યક્તિએ સૌપ્રથમ સ્નાન-ધ્યાન કરીને પવિત્ર હૃદયથી ગણેશજીને વિદાય આપવા માટે સજ્જ થવું. ત્યારબાદ, સ્વચ્છ કપડા પહેરીને ગણપતિની વિધિ-વિધાનપૂર્વક પૂજા કરવી. સ્થાપન વખતે જે પ્રમાણે પૂજા કરી હોય એ જ પ્રમાણે, વિસર્જન વખતે પણ પૂજા કરવી જોઇએ.

ગણપતિજીને ગંગાજળથી પાવન કરીને અબીલ-ગુલાલ, ચંદન વગેરે અર્પણ કરીને તિલક કરવું. ત્યારબાદ તેમની પ્રિય વસ્તુઓ જેવી કે, શ્રીફળ, મોદક, શેરડી વગેરે અર્પણ કરવી. એ પછી ધૂપ-દીપ વગેરેથી એમની પૂજા કરીને સ્થાપનથી વિસર્જન સુધીના દિવસોમાં કોઈ ભૂલ ચૂક થઇ હોય તો એની ક્ષમા માંગવી અને પોતાની અને પરિવારની મંગળકામનાની બાપ્પા સમક્ષ પ્રાર્થના કરવી. ત્યારબાદ, એમનો જયજયકાર કરતા-કરતા કોઇ પવિત્ર સ્થળે પાણીમાં આદરસહિત એમની પ્રતિમાને વિસર્જીત કરવી. તમે ઘરે પણ એમને વિસર્જીત કરી શકો છો.

ગણેશ વિસર્જનમાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો

ગણેશ વિસર્જનમાં કાળા વસ્ત્રો ધારણ ન કરવા અને કોઈ પર ક્રોધ ન કરવો.

વિસર્જન હંમેશાં શુભ મુહૂર્તમાં જ કરવું. ગણેશજીની પ્રતિમાને પાણીમાં ફેંકવી ન જોઇએ પરંતુ, સન્માનપૂર્વક પ્રવાહિત કરવી.

વિસર્જન સમયે ચડાવેલી પૂજા સામગ્રી જેમ કે ફૂલ, નારિયેળ વગેરેને પણ જળમાં પ્રવાહિત કરી દેવા.

ખાસ ધ્યાન એ રાખવું કે, ગણપતિની મૂર્તિ કે પૂજાની સામગ્રીને અનાદર થાય એવી જગ્યાએ વિસર્જીત ન કરવા જોઇએ. આ ઉપરાંત, તમારે પણ વિસર્જન માટે ઊંડા પાણીમાં ન જવું જોઇએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગણેશજી સપનામાં આવે તો એનો શો છે અર્થ? જાણીએ, શું કહે છે સ્વપ્નશાસ્ત્ર…

આ પણ વાંચો:ગણેશજીને દૂધથી બનેલા આ પંચ પ્રસાદ ધરાવો, બાપ્પાના પરમ આશિષ પ્રાપ્ત કરો…

આ પણ વાંચો: