Ahmedabad News/ સાણંદમાં 1.91 કિલો ગાંજા સાથે આરોપીની ધરપકડ

આરોપી વિજયસિંહ વાઘેલાની ધરપકડ કરીને તેનો મોબાઈલ પણ કબેજ કર્યો

Gujarat Ahmedabad

Ahmedabad News : અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં નશીલા પદાર્થોનું સેવન અટકાવવા DYSP નિલમ ગસ્વામી અને તેમની ટીમ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી,

જેમાં સાણંદ પોલીસને માહિતી મળી હતી કે સાણંદમાં દરબાર ગઢ સામે મોટા જૈન દેલાસર સામે રહેતા વિજયસિંહ હિંમતસિંહ વાઘેલાએ પોતાના ઘરમાં ગેરકાયદે ગાંજાનો જથ્થો રાખ્યો છે. જેને આધારે પોલીસ ટીમે આરોપીના ઘરે જઈને તપાસ કરી હતી. જેમાં ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.

અંદાજે 1 કિલો 91.5 ગ્રામ ગાંજાની કિંમત રૂ.10,910 હોવાનું પોલીસે જણાવ્યું હતું. તે સિવાય પોલીસે આરોપી વિજયસિંહ વાઘેલાની ધરપકડ કરીને તેનો મોબાઈલ પણ કબેજ કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વિસનગર મારુ વતનઃ દીપક તિજોરી

આ પણ વાંચો:કેનેડાના PRના બહાને મહેસાણાના દંપતી સાથે 25 લાખનો ફ્રોડ

આ પણ વાંચો:મહેસાણામાં જમીન પચાવી પાડવાના કાવતરાનો પર્દાફાશ