Surat News/ સુરતમાં ભારે વરસાદને પગલે 1 ઓગસ્ટે તમામ શાળાઓ બંધ, જિલ્લા શિક્ષણ અધિકારીની સત્તાવાર જાહેરાત

જિલ્લા શિક્ષણ અધિકારીએ જાહેરાત કરી છે કે શુક્રવાર, 1 ઓગસ્ટે સુરત શહેરની તમામ સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓમાં રજા (Schools Closed)રહેશે.

Gujarat Surat
જિલ્લા શિક્ષણ અધિકારી (District Education Office)એ જાહેરાત કરી છે કે શુક્રવાર, 1 ઓગસ્ટે સુરત શહેરની તમામ સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓમાં રજા (Schools Closed)રહેશે.

Surat News : સુરત (Surat)શહેરમાં સતત પડી રહેલા મુશળધાર વરસાદને કારણે જિલ્લા પ્રશાસને વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ જાહેરાત કરી છે કે શુક્રવાર, 1 ઓગસ્ટે સુરત શહેરની તમામ સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓમાં રજા (Schools Closed)રહેશે.

છેલ્લા કેટલાક દિવસોથી સુરતમાં ભારે વરસાદ ના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. માર્ગો પર પાણી ભરાતા વિદ્યાર્થીઓને શાળાએ આવવા-જવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે તેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

1 ઓગસ્ટે સુરત શહેરની તમામ સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓમાં રજા (Schools Closed)

જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ શાળાઓને આ નિર્ણયનું પાલન કરવા સૂચના આપી છે. શાળા સંચાલકો, વાલીઓ અને વિદ્યાર્થીઓને પણ સત્તાવાર સૂચનાનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

પ્રશાસન દ્વારા નાગરિકોને પણ જરૂરી કામ સિવાય બહાર ન નીકળવા તેમજ હવામાન વિભાગ અને જિલ્લા તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી સૂચનાઓ પર નજર રાખવાની સલાહ આપવામાં આવી છે. આગામી દિવસોમાં વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ જરૂરી નિર્ણયો લેવામાં આવી શકે છે.


આ પણ વાંચો : ગુજરાતમાં વરસાદે મચાવી તબાહી,વડોદરા જિલ્લાની શાળાઓમાં રજા જાહેર

આ પણ વાંચો : અમરેલી જિલ્લામાં આકાશી આફત: ભારે વરસાદને પગલે પાંચ તાલુકાની શાળાઓમાં રજા જાહેર, કલેક્ટરે લીધો મોટો નિર્ણય

આ પણ વાંચો : બેંગલુરુમાં ભારે વરસાદને કારણે આક્રોશ; આજે શાળાઓમાં રજા, નિર્માણાધીન બિલ્ડીંગ ધરાશાયી, ત્રણ લોકોની લાશ મળી