Vadodara News/ વડોદરામાં MD ડ્રગ્સની મોટી કાર્યવાહી: સ્કોર્પિયોમાં દંપતી ઝડપાયું, 57 લાખનો મુદ્દામાલ જપ્ત

વડોદરા LCB ઝોન-4એ મોટી કાર્યવાહી કરી મધ્યપ્રદેશથી અમદાવાદ લઈ જવાતો MD ડ્રગ્સ (MD Drugs Case)નો જથ્થો ઝડપ્યો. સ્કોર્પિયો કારમાં જતા દંપતી પાસેથી 1.39 કિલો મેફેડ્રોન સહિત 57.19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.

Top Stories Gujarat Vadodara Breaking News
MD Drugs Case: વડોદરા LCBની મોટી સફળતા: 1.39 કિલો મેફેડ્રોન સાથે પતિ-પત્ની ઝડપાયા

Vadodara News: શહેરમાં ડ્રગ્સ (MD Drugs Case)ના ગેરકાયદે નેટવર્ક સામે વડોદરા પોલીસની કાર્યવાહી સતત ચાલુ છે. વડોદરા શહેર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ઝોન-4ની ટીમે બાતમીના આધારે મોટી કાર્યવાહી કરી મધ્યપ્રદેશથી અમદાવાદ તરફ લઈ જવાતો મેફેડ્રોન (MD) ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે.

પોલીસે ગોલ્ડન ચોકડીથી લેક્ઝોન તરફ જતા માર્ગ પર એરફોર્સ ગેટ સામે એક સ્કોર્પિયો કારને અટકાવી તપાસ હાથ ધરી હતી. જેમાં પતિ-પત્ની પાસેથી MD ડ્રગ્સ (MD Drugs Case)નો જથ્થો મળી આવતા બંનેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ સમગ્ર કેસમાં કુલ ₹57.19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

MD Drugs Case: બાતમીના આધારે પોલીસે ગોઠવ્યું ઓપરેશન

વડોદરા LCB ઝોન-4ની ટીમને માહિતી મળી હતી કે મધ્યપ્રદેશ તરફથી એક સ્કોર્પિયો કારમાં MD ડ્રગ્સનો જથ્થો અમદાવાદ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.દરમિયાન શંકાસ્પદ સ્કોર્પિયો કાર આવતા તેને રોકી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાં સવાર દંપતી ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું હતું.

શરીરમાં સંતાડીને લઈ જવાતું હતું MD ડ્રગ્સ

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાના સીતામઉ તાલુકાના સુરજની ગામમાં રહેતા અય્યુબખાન મોહમ્મદજમાનખાન અને તેની પત્ની નાઝમીન ડ્રગ્સ (MD Drugs Case)ના ગેરકાયદે ધંધામાં સંકળાયેલા હતા.આરોપી નાઝમીને પોતાના શરીરના છાતીના ભાગે મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો છુપાવ્યો હતો. બંને પોતાની માલિકીની મહિન્દ્રા સ્કોર્પિયો કારમાં મંદસૌરથી અમદાવાદ તરફ જઈ રહ્યા હતા.

અમદાવાદના વ્યક્તિને પહોંચાડવાનું હતું ડ્રગ્સ

પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો છે કે આરોપીઓએ આ MD ડ્રગ્સનો જથ્થો મંદસૌરના જાફર નામના વ્યક્તિ પાસેથી ખરીદ્યો હતો.આરોપીઓએ અંદાજે ₹7 લાખ રોકડા આપી ડ્રગ્સ મેળવ્યું હતું અને તેને અમદાવાદમાં રહેતા રવિ નામના વ્યક્તિને વેચવાનો હતો.હાલમાં ડ્રગ્સ સપ્લાયર જાફર અને ખરીદદાર રવિ ફરાર છે. પોલીસે બંનેને ઝડપી પાડવા માટે વધુ તપાસ શરૂ કરી છે.

1.39 કિલો MD ડ્રગ્સ સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત

પોલીસે આરોપી નાઝમીનની અંગઝડતી દરમિયાન કુલ 1 કિલો 396 ગ્રામ 710 મિલિગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ,MD ડ્રગ્સ (MD Drugs Case)ની કિંમત: ₹41,90,130, મોબાઈલ ફોન અને રોકડ રકમ અને મહિન્દ્રા સ્કોર્પિયો કાર કિંમત: ₹15 લાખ મળી કુલ ₹57,19,630નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો:ચોકલેટના રેપરમાં છુપાવેલું MD ડ્રગ્સ ઝડપાયું, મહિલાની ધરપકડ

આ પણ વાંચો:અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે 2 આરોપી ઝડપાયા, 20 લાખનો મુદ્દામાલ કબજે

આ પણ વાંચો:પોલીસ ટ્રેકિંગથી બચવા ટેલિગ્રામ-વોટ્સએપનો ઉપયોગ, અમદાવાદમાં MD ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ