Business News : હોમ લોન, ઓટો લોન કે પર્સનલ લોન ધરાવતા અને નવી લોન લેવાનું વિચારી રહેલા દેશના કરોડો નાગરિકો માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) તરફથી મોટા અને સકારાત્મક સમાચાર સામે આવ્યા છે. આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટી (MPC) ની સમીક્ષા બેઠકના નિર્ણયો જાહેર કરતાં ગવર્નર સંજય મલ્હોત્રાએ સ્પષ્ટ કર્યું છે કે નીતિગત વ્યાજદરમાં સતત બીજી વખત કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ નિર્ણય બાદ રેપો રેટ (Repo rate) 5.25 ટકાના સ્તરે જ જળવાઈ રહેશે. આ નિર્ણયથી સામાન્ય ગ્રાહકોના માસિક હપ્તા (EMI) માં કોઈ વધારો થશે નહીં.
નીતિગત વ્યાજદર સ્થિર રાખવાનો નિર્ણય અને ચાલુ વર્ષનો ટ્રેન્ડ
રિઝર્વ બેંકે દેશની આર્થિક સ્થિતિ અને ફુગાવાના દરને ધ્યાનમાં રાખીને વ્યાજદરો યથાવત રાખ્યા છે.બેંકિંગ ક્ષેત્રના આ નિર્ણયથી હાલમાં ચાલી રહેલી લોનના વ્યાજદરોમાં કોઈ ફેરફાર થશે નહીં અને સામાન્ય માનવી પર વધારાનો આર્થિક બોજ નહીં પડે.આ પહેલા જૂન મહિનાની નીતિગત બેઠકમાં પણ દરો સ્થિર રખાયા હતા. વર્ષ 2025 દરમિયાન રિઝર્વ બેંકે તબક્કાવાર રીતે વ્યાજદરમાં કુલ 125 બેઝિસ પોઈન્ટ્સ (1.25%) નો તગડો ઘટાડો કરીને રેપો રેટને 5.25% ના નીચલા સ્તરે લાવી દીધો હતો.
શું છે રેપો રેટ અને તે સામાન્ય નાગરિકોને કેવી રીતે અસર કરે છે?
રેપો રેટ એ દેશની મધ્યસ્થ બેંક અને વાણિજ્યિક બેંકો વચ્ચેના નાણાકીય વ્યવહારોનું મુખ્ય કેન્દ્ર છે..રેપો રેટ એવો દર છે જેના આધારે આરબીઆઈ અન્ય તમામ દેશી-વિદેશી બેંકોને ટૂંકા ગાળાનું ધિરાણ પૂરું પાડે છે.જો આ દરમાં વધારો થાય, તો બેંકો માટે ભંડોળ મેળવવું મોંઘુ બને છે અને તેઓ ગ્રાહકોની લોન મોંઘી કરે છે. પરંતુ દર સ્થિર રહેવાથી બેંકોનો ધિરાણ ખર્ચ જળવાઈ રહે છે, જેથી ગ્રાહકોના માસિક હપ્તા યથાવત રહે છે. આરબીઆઈ દેશમાં મોંઘવારી અંકુશમાં રાખવા અને આર્થિક વૃદ્ધિ દર વધારવાના સંતુલન માટે આ દર નક્કી કરે છે.
આ પણ વાંચો :UPI પર લાગી શકે છે ચાર્જ! 6 વર્ષ પછી MDRની વાપસીની તૈયારી, સરકાર લાવશે નવું બિલ
આ પણ વાંચો :MCX પર સોનામાં તેજી, ચાંદીમાં 2,200નો ઉછાળો; ડૉલર અને ક્રૂડ ઓઈલના ઘટાડાની બજાર પર અસર
આ પણ વાંચો :31 જુલાઈ પછી ITR નહીં ભર્યું? 5,000 સુધી દંડ, 1% વ્યાજ અને રિફંડમાં વિલંબ સહિત જાણો 5 મોટા નુકસાન
