Ahmedabad News/ ચોકલેટના રેપરમાં છુપાવેલું MD ડ્રગ્સ ઝડપાયું, મહિલાની ધરપકડ

તપાસમાં સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી કે આરોપીઓએ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે MD Drugs ચોકલેટના રેપર (Chocolate Wrapper)માં સંતાડી રાખ્યું હતું,

Gujarat Ahmedabad
ગોમતીપુર વિસ્તારમાં કરાયેલી સંયુક્ત રેડ દરમિયાન એક મહિલાની ધરપકડ કરી તેની પાસેથી 127.950 ગ્રામ એમડી (મેફેડ્રોન) ડ્રગ્સ (MD Drugs), 132.420 ગ્રામ ગાંજો, ₹1.12 લાખથી વધુ રોકડ સહિત કુલ ₹5.03 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

Ahmedabad News : અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોના દૂષણ સામે ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ કાર્યવાહી કરતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (ઝોન-5) અને ગોમતીપુર પોલીસને મોટી સફળતા મળી છે. ગોમતીપુર વિસ્તારમાં કરાયેલી સંયુક્ત રેડ દરમિયાન એક મહિલાની ધરપકડ કરી તેની પાસેથી 127.950 ગ્રામ એમડી (મેફેડ્રોન) ડ્રગ્સ (MD Drugs), 132.420 ગ્રામ ગાંજો, ₹1.12 લાખથી વધુ રોકડ સહિત કુલ ₹5.03 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે NDPS એક્ટની SOP મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ઝડપાયેલી મહિલા આરોપી સીમાબેન વા/ઓ સરુજ ઉર્ફે કિલો રામકિશન દિવાકર હોવાનું સામે આવ્યું છે. જ્યારે તેનો પતિ સરુજ ઉર્ફે કિલો રામકિશન દિવાકર ફરાર છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે.

MD Drugs ચોકલેટના રેપરમાં સંતાડી રાખ્યું હતું

તપાસમાં સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી કે આરોપીઓએ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે MD Drugs ચોકલેટના રેપર (Chocolate Wrapper)માં સંતાડી રાખ્યું હતું, જેથી સામાન્ય ચેકિંગ દરમિયાન કોઈને શંકા ન જાય. પોલીસે આ નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કરી સમગ્ર સપ્લાય ચેઇનની તપાસ શરૂ કરી છે.

પોલીસે આરોપી મહિલા સામે ગોમતીપુર પોલીસ (Gomtipur Police) સ્ટેશનમાં NDPS Actની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. દસ્તાવેજ મુજબ મહિલા અગાઉ પણ NDPS કેસમાં ઝડપાઈ ચૂકી છે, જ્યારે ફરાર આરોપી સામે અપહરણ, પ્રોહિબિશન, જુગાર, મારામારી, તડીપાર સહિત અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.


આ પણ વાંચો : રાજ્યવ્યાપી ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવવા રાજ્ય પોલીસ વડાનો આદેશ

આ પણ વાંચો : NCBની કેમિકલ અને ફાર્મા ઉદ્યોગને ડ્રગ્સ વિરોધી અભિયાનમાં જોડાવા અપીલ

આ પણ વાંચો : વાવ-થરાદમાં ડ્રગ્સ કૌભાંડનો પર્દાફાશ થયો