Not Set/ વડોદરા : બાળક વેચવાની આશંકામાં ભાજપ કાર્યકર્તાની અટકાયત

મધ્યપ્રદેશનાં અલીરાજપુર ખાતે બાળકોની તસ્કરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કરતાં પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે. આ ગેંગ દોઢ વર્ષના એક બાળકનો સોદો કરવા માગતી હતી, જોકે પોલીસે ગ્રાહકનો સ્વાંગ ધરી તેમને રંગે હાથ ઝડપી પાડ્યા છે. ગેંગ 1.40 લાખમાં બાળકને વેંચવાનો સોદો નક્કી કર્યો હતો. આ ચકચારી ઘટનામાં છોટા ઉદેપુર ખાતે રહેતા ભાજપનાં કાર્યકર અને નગરપાલિકાનાં […]

Top Stories Gujarat Vadodara

મધ્યપ્રદેશનાં અલીરાજપુર ખાતે બાળકોની તસ્કરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કરતાં પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે. આ ગેંગ દોઢ વર્ષના એક બાળકનો સોદો કરવા માગતી હતી, જોકે પોલીસે ગ્રાહકનો સ્વાંગ ધરી તેમને રંગે હાથ ઝડપી પાડ્યા છે. ગેંગ 1.40 લાખમાં બાળકને વેંચવાનો સોદો નક્કી કર્યો હતો.

આ ચકચારી ઘટનામાં છોટા ઉદેપુર ખાતે રહેતા ભાજપનાં કાર્યકર અને નગરપાલિકાનાં પૂર્વ ઉપપ્રમુખ રાજુ નિરંજન અગ્રવાલની પણ બાળ તસ્કરીનાં મામલે મધ્યપ્રદેશ પોલીસે ગત મોડી રાતે છોટા ઉદેપુર આવી અટકાયત કરી લેતાં ચકચાર મચી ગઇ છે.

પોલીસને એવી આશંકા છે કે રાજુ અગ્રવાલે વડોદરામાં તેનાં કોઈ સંબંધીને બાળક વેચી દીધું છે. મધ્યપ્રદેશમાં ઝડપાયેલી બાળકની તસ્કરી કરતી ગેંગનું ગુજરાત કનેક્શન બહાર આવતાં પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.