રાજકોટઃ ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન પૂરુ થયા પછી સંકલન સમિતિમાં સંકલનના લીરેલીરા ઉડ્યા છે. ક્ષત્રિય સમાજના જુદા-જુદા જૂથ અને સોશિયલ મીડિયામાં સંકલન સમિતિના પી.ટી. જાડેજાનો ઓડિયો વાઇરલ થયો હતો.
આ અંગે ક્ષત્રિય સંકલન સમિતિના સભ્ય પી.ટી. જાડેજાની જુદી-જુદી છ ઓડિયો ક્લિપ વાઇરલ થઈ છે. આ ઓડિયો ક્લિપમાં તે કહેતા સંભળાય છે સંકલન સમિતિ ગદ્દાર છે. સંકલન સમિતિના તૃપ્તિબેન રાઓલ સહિત પાંચ સામે મારી પાસે પુરાવા છે. હું પત્રકાર પરિષદ કરીને પર્દાફાશ કરીશ. સમાજને પૂછીશ કે શા માટે સમિતિ મારી સાથે નથી.
જો કે આ ઓડિયો ક્લિપ વાઇરલ થતાં પી.ટી. જાડેજાએ વિડીયો શેર કરીને સ્પષ્ટતા પણ કરી છે. પી.ટી. જાડેજાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે મેં સંકલન સમિતિમાંથી રાજીનામુ આપ્યું નથી અને આપવાનો પણ નથી. સોશિયલ મીડિયામાં હજારો યુવકો મારા સમર્થનમાં આવ્યા છે. સમિતિ મારા સમર્થનમાં ન આવતા મેં નારાજગી બતાવી હતી.
સમિતિ કાયમ રહેશે અને વધુ મજબૂત થશે. મેં ઓડિયો લોકોની કમિટીના ગ્રુપમાં મૂક્યો હતો. આ 14માંથી કોણ ફૂટ્યું છે. આ અંગે હું સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરીશ. કોણે આ કર્યુ છે તેને ખુલ્લો પાડીશું. અન્ય સભ્યો પણ મારી પાસે છે. તેમણે એમ જ કહ્યું છે કેઆ એક જ વ્યક્તિ છે તો તેને ખુલ્લો પાડીશું. આજે અથવા કાલે સમિતિ સાથે ચર્ચા કરીશ.
આ પણ વાંચોઃ ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ થયું જાહેર
આ પણ વાંચોઃ ગુજરાતમાં રાજકોટ જિલ્લાનું 85 ટકા પરિણામ
આ પણ વાંચોઃ ગુજરાતમાં ભાવનગર જિલ્લાનું 84.61 ટકા પરિણામ
આ પણ વાંચોઃ જામનગરમાં ધો.10નું 82.32 ટકા પરિણામ
