Not Set/ માછીમાર સમાજનો હુંકાર – 5 વાવાઝોડાએ નુકસાની કરાવી છતાં અમને વળતર કેમ નહીં

ગીર સોમનાથનાં વેરાવળ ખાતે સૌરાષ્ટ્ર ના 50 જેટલા બંદરોના માછીમાર આગેવાનોની બેઠક મળી વાવાઝોડાને લઇ માછીમારોને પડેલા ફટકા સામે સરકાર ધ્યાન આપે, તેવા હેતુ સાથે બેઠકમાં આગળનાં કાર્યક્રમની રણનીતિ ઘડાઇ છે. વર્તમાન વર્ષ ખેડૂતો અને માછીમારો માટે માંઠુ સાબિત થયુ છે. જેના કારણે ખેડૂતોને ખેતીના પાકમાં ભારે નુકશાન થયું છે. તો બીજી તરફ સાગર ખેડૂતોને […]

Top Stories Gujarat Others

ગીર સોમનાથનાં વેરાવળ ખાતે સૌરાષ્ટ્ર ના 50 જેટલા બંદરોના માછીમાર આગેવાનોની બેઠક મળી વાવાઝોડાને લઇ માછીમારોને પડેલા ફટકા સામે સરકાર ધ્યાન આપે, તેવા હેતુ સાથે બેઠકમાં આગળનાં કાર્યક્રમની રણનીતિ ઘડાઇ છે.

વર્તમાન વર્ષ ખેડૂતો અને માછીમારો માટે માંઠુ સાબિત થયુ છે. જેના કારણે ખેડૂતોને ખેતીના પાકમાં ભારે નુકશાન થયું છે. તો બીજી તરફ સાગર ખેડૂતોને પણ ભારે નુકશાન થયું છે. ખેતી કરતા ખેડૂતોને કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે સરકાર દ્વારા સહાયની જાહેરાત કરાય છે. તો બીજી તરફ સાગર ખેડૂતોને પણ સહાઈ આપી સરકાર મદદ રૂપ થાય, તે હેતુથી આજે વેરાવળ ખાતે સોરાષ્ટ્રભરના 50 જેટલા નાના મોટા બંદરોનાં માછીમાર આગેવાનોએ બેઠક કરી સરકાર ને જગાડવા રણનીતિ ઘડી છે.

આપને જણાવી દઇએ કે સૌરાષ્ટ્રનો દરિયા કિનારો વિશાળ છે. અને અહીંના દરિયા પર લાખો માછીમારો માછીમારી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. વેરાવળ બંદર સૌથી મોટા બન્દરમાંનું એક છે, દર વર્ષ અહીંથી 3 હજાર કરોડથી વધુની માછી દેશ વિદેશમા એર્ક્સપોર્ટ થાય છે. પરન્તુ આ વર્ષ એક બે નહિ પણ 5 પાંચ વાવાઝોડા સમુદ્રમાં એક્ટિવ થયા હતા. જેના કારણે માછીમારો ને કરોડો રૂપિયા નું નુકશાન થયું છે. માછીમારોની વર્તમાન વર્ષમા કુદરતે રોજી રોટી છીનવી લીધી છે, ત્યારે વેરાવળ પોરબંદર, માંગરોળ, હર્ષદ, કોડીનાર, સુત્રાપાડા, જાફરાબાદ સહિતના નાના મોટા 50 જેટલા બંદરોના માછીમારો અને આગેવાનો વેરાવળ ખાતે એકઠા થયા છે. જેથી બેઠકમા ચર્ચાઓ કરવામાં આવો કે રાજ્ય અને કેન્દ્ર સરકારને કેવી રીતે રજુઆત કરવી અને સરકારનું ધ્યાન દોરી સહાય મળે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. અને રણનીતિ ઘડાવામાં આવી હતી.

સૌરાષ્ટ્રના માંછીમારોએ અન્ય રાજ્યમાથી મોટી બોટો આવી દરિયામાં માછીમારી કરી દરિયો ખાંલી કરી જતી હોવાની પણ ફરિયાદો ઉઠી છે. અન્ય રાજ્યની ટ્રોલી બોટોને સૌરાષ્ટ્રના દરિયામાં આવતી અટકાવવાની માંગ કરવામાં આવી છે. તેમજ માછીમારોના અકસ્માતે દરિયામાં થયા મોતની વહેલી તકે સહાય મળે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે. આમ તમામ બાબતોને ધ્યાનમાં રાખી માછીમારી આગેવાનો દ્વારા રાજ્યભરમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વિવિધ કાર્યક્રમો યોજવાની યોજના બનાવી હોવાથી આગામી દિવસમાં માછીમારો દ્વારા આશ્ચર્ય જનક કાર્યક્રમો જોવામાં આવે તો નવાઇ નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.