Not Set/ મોરબી : ટંકારાના હડમતીયા ગામે તળાવમાં ડૂબી જતા 2 માસૂમ બાળકોના મોત

મોરબી, મોરબીના ટંકારા તાલુકાના હડમતીયા ગામે બે બાળકોનો મોત થયા છે.આ બન્ને બાળકો હડમતીયા નજીક આવેલા તળાવમાં નાહવા ગયા હતા.આ દરમિયાન ડૂબી જતાં પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાઇ ગયો હતો.બન્ને મૃતદેહને પીએમ માટે ટંકારામાં ખસેડવામાં આવ્યા હતા. આપને જણાવીએ કે ટંકારા તાલુકાના હડમતીયા ગામે આવેલ રામદેવપીરના મંદિર નજીક રહેતા વિચરતી વિમુક્ત જાતિના સુંડલા બનાવતા વાંઝા પરિવારના […]

Top Stories Gujarat Others

મોરબી,

મોરબીના ટંકારા તાલુકાના હડમતીયા ગામે બે બાળકોનો મોત થયા છે.આ બન્ને બાળકો હડમતીયા નજીક આવેલા તળાવમાં નાહવા ગયા હતા.આ દરમિયાન ડૂબી જતાં પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાઇ ગયો હતો.બન્ને મૃતદેહને પીએમ માટે ટંકારામાં ખસેડવામાં આવ્યા હતા.

આપને જણાવીએ કે ટંકારા તાલુકાના હડમતીયા ગામે આવેલ રામદેવપીરના મંદિર નજીક રહેતા વિચરતી વિમુક્ત જાતિના સુંડલા બનાવતા વાંઝા પરિવારના બે બાળકો સુરેશ પ્રતાપ વાંઝા અને રવિ તુતાભાઈ વાંઝા બન્નેની ઉંમર લગભગ 6 વર્ષની છે.

આજે ગામમાં આવેલ તળાવમાં ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા હતા.બાદમાં બન્ને બાળકોના મૃતદેહને પીએમ અર્થે ટંકારાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા અને ટંકારા પોલીસે આ બનાવ અંગે તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.