AMC Traffic Issue : અમદાવાદ શહેરમાં દિનપ્રતિદિન વધતી ટ્રાફિક સમસ્યા હવે તંત્રના અણઘડ આયોજનના કારણે વધુ ગંભીર બની ગઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના વિવિધ ભાગોમાં કરવામાં આવતા ખોદકામના કામો સલાહ-સૂચના વગર ચલાવાતા, લોકો હેરાન-પરેશાન થઇ રહ્યાં છે.
AMCના અનિયંત્રિત રોડ અને બ્રિજ કામો
આ તાજેતરની પરિસ્થિતિને લઇને મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા સાપ્તાહિક સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી, જેમાં તેમણે બ્રિજ વિભાગ સહિતના અધિકારીઓને ખખડાવ્યા. કમિશ્નરે કહ્યું કે, “સુભાષ બ્રિજ બંધ અને શાહીબાગ અંડરપાસ બંધ થવાના કારણે શહેરના લોકો મોટા પ્રમાણમાં મુશ્કેલીમાં છે. કોઈપણ કામના નિર્ણય પહેલા ચોક્કસ આયોજન કરવું આવશ્યક છે.”

રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની ગતિ ધીમી
બેઠકમાં કમિશ્નરે એ પણ દબાણ મૂક્યું કે, ફ્લાયઓવર અને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની ધીમી ગતિથી દરરોજ લાખો લોકોના જીવનમાં અસુવિધા થાય છે. એએમસી, ટ્રાફિક પોલીસ અને કોન્ટ્રાક્ટરો વચ્ચે સુમેળનો અભાવ, તંત્રની કામગીરીને અસર પહોંચાડે છે.
એર પોલ્યુશન પ્રોજેક્ટ પર ખાસ ધ્યાન
આ બેઠકમાં કમિશ્નરે નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં ટ્રાફિક વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા, ગ્રીનરી અને એર પોલ્યુશન નિયંત્રણ પ્રોજેક્ટ પર ખાસ ધ્યાન આપવાની સુચના પણ આપી. તેમનું કહેવું હતું કે, લોકોની પરેશાનીને ઘટાડવા માટે કાર્યનિર્વાહક યોજના તૈયાર કરી, તેના અનુરૂપ જ રોડ અને બ્રીજ કામગીરી હાથમાં લેવી જરૂરી છે.
શહેરવાસીઓ માટે આશા છે કે, આ સખત હુકમ પછી AMC વધુ સુસંગત આયોજન સાથે ટ્રાફિક અને શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર કાર્ય કરશે.
આ પણ વાંચો:સુભાષ બ્રિજ મુદ્દે મોટો નિર્ણય!, CM તરફથી મહત્વની સૂચનાઓ, અહેવાલ સુપરત
આ પણ વાંચો:અમદાવાદના સુભાષ બ્રિજમાં તિરાડ મામલે મનપાનું ઇન્સ્પેકશન પૂર્ણ
આ પણ વાંચો:હેરિટેજ સિટીના દરવાજા સમાન સુભાષ બ્રિજમાં તિરાડો દેખાઈ
