Ladakh News: લદ્દાખમાં આવેલું આ સ્થળ ભારત (India)નું સૌથી ઠંડું સ્થળ છે. અહિં શિયાળાની ઋતુ (Winter Season)માં તાપમાન -20° C થી -40° C સુધી ઘટી જાય છે!! કુદરતના અજુબા સમાન આ ખૂબસૂરત બર્ફીલું સ્થળ દ્રાસ (Drass) નેશનલ હાઈ વે -1 સાથે સંકળાયેલું છે. અહિં કેટલાય પર્યટન સ્થળો છે જે અદ્ભૂત ટૂરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે પ્રખ્યાત છે!
ઠંડીની ઋતુમાં પહાડો (Hill Stations) પર બરફવર્ષાના રમણીય દ્રશ્યની મજા માણવા માટે અનેક લોકો કેટલાય નાણા ખર્ચીને, કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઇને હેરાન થઈને જે-તે સ્થળે પહોંચતા હોય છે. પરંતુ, ભારતનું એક અદ્ભૂત ગામ છે દ્રાસ…આ ગ્રામીણ વિસ્તારની ખૂબસૂરતી ટૂરિસ્ટો (Tourists)ના મન મોહી લે એવી છે! વિશ્વભરમાં પ્રસિદ્ધ એવા આ સ્થળે પહોંચવાની હિંમત ઘણા ઓછા લોકો કરતા હોય છે.

દ્રાસ માં તો તાપમાનનો પારો -40° C સુધી ગગડી જાય છે
શિયાળો શરુ થાય અને સમગ્ર ભારત 5 ડિગ્રી ઠંડીમાં પણ કાંપવા લાગે છે ત્યારે કલ્પના કરો કે લદ્દાખ (Ladakh)ના દ્રાસ માં તો તાપમાનનો પારો -40° C સુધી ગગડી જાય છે (India’s Coldest Place) તો ત્યાંનો મોસમ કેવી હશે? ડીપ ફ્રીઝરથી પણ ઠંડી એવી આ જગ્યા કેવળ પોતાની હિમ જેવી ઠંડીના કારણે જ નહિં પણ પોતાની આબાદી અને વસ્તીથી પણ પ્રખ્યાત છે.

શિયાળાની ઋતુ કોને પસંદ ન હોય? ઉત્તર ભારત (North India) બાજુએ હિમપ્રપાતના સમાચારો છવાય એ પહેલા તો કેટલાયે લોકો શિમલા, કુલુ-મનાલી, કાશ્મીર (Shimla, Kullu-Manali, Kashmir) વગેરે ઠંડા સ્થળોએ ફરવા જવાના પ્લાન કરી ચૂકેલા હોય છે અને આ સ્થળોએ યાત્રીઓનો ધસારો જોવા મળે છે! દિલ્હી (Delhi)માં કેવળ 5° C તાપમાનમાં પણ લોકો કાંપવા લાગે છે અને કાશ્મીરના શ્રીનગર અને શિમલામાં પારો માઇનસમાં પહોંચે તો એ સમાચાર માધ્યમોની સુર્ખીઓ બની જાય છે! તમને નવાઇ લાગશે કે, નોર્થ ઈન્ડિયાના મેદાન અને પર્વતીય વિસ્તારોમાં આટલી ઠંડી પડવા છતાંયે એ દેશની સૌથી ઠંડા સ્થળ નથી ગણાતા!! તો ચાલો જાણીએ કે, ભારત દેશના આ સૌથી ઠંડા સ્થળ (Drass) વિશે વિસ્તૃત રીતે…

લદ્દાખનું દ્રાસ (Drass) છે ભારતનું સૌથી ઠંડું સ્થળ (India’s Coldest Place)
અત્રે ઉલ્લેખનીય છે કે, કારગિલ (Kargil)થી આશરે 64 કિમી દૂર સ્થિત દ્રાસ કે જે લદ્દાખમાં આવેલું છે એ જ છે ભારત દેશનું સૌથી ઠંડુ સ્થળ (India’s Coldest Place)! આ વિસ્તારમાં અત્યંત કડકડતી ઠંડી પડે છે અને તમને જાણીને આશ્ચર્ય થશે કે અહિં શિયાળામાં તાપમાન એ સ્તર સુધી ઘટી જાય છે કે જે લેવલ પર સામાન્યત: ડીપ ફ્રીઝરનું તાપમાન સેટ કરવામાં આવે છે!!
રિપોર્ટ અનુસાર, દ્રાસ (Drass)માં દર વર્ષે શિયાળા દરમિયાન -20° C થી -25° C ની વચ્ચે તાપમાન રહેતુ હોય છે. એટલું જ નહિં પરંતુ ઘણી વાર તો અહીંનું ટેમ્પરેચર -40 સુધી પણ ગગડી જાય છે! અહિં શિયાળામાં દાઢી, આંખોની પલક અને માથાના વાળ પર બરફ જામવો એક સામાન્ય બાબત છે!
સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ એક વીડિયોમાં પણ દ્રાસ (Drass) વિસ્તારનું ગામ બરફની ચાદર તાણીને સૂતું હોય એવું નજરે ચઢે છે. જો કે, એમાં એવી ચેતવણી પણ આપવામાં આવેલી છે કે, અહિંની મોસમ એટલી સર્દ છે કે ભીના કપડાં થોડી જ વારમાં જામી શકે છે!
કઠિન પડકારો છતાં દ્રાસ આબાદ છે
ખરાબ ઋતુનો સામનો કરવા છતાં પણ દ્રાસનો વિસ્તાર જીવંત છે. અહિં લોકો વસે છે અને રિપોર્ટ અનુસાર, દ્રાસની વસ્તી આશરે 22 હજારની છે જેમાં બાલ્ટિક અને નાર્ડિક જનજાતિઓના લોકોનો સમાવેશ થાય છે.

દ્રાસ શી રીતે પહોંચશો?
લદ્દાખનું આ અનોખું સ્થળ (Drass) અંતરિયાળ નથી પરંતુ, નેશનલ હાઈ વે-1 દ્વારા કારગિલ અને શ્રીનગર સાથે પણ જોડાયેલું છે. અલબત્ત, ભારે હિમવર્ષાના કારણે શિયાળામાં આ માર્ગ બંધ થઈ જાય છે. આટલું જાણ્યા બાદ જો તમને દ્રાસ ફરવા જવાની ચટપટી થઇ હોય તો તમે શ્રીનગર કે લેહ સુધી Flight દ્વારા હવાઈ માર્ગેમુસાફરી કરી શકો છો. ત્યાર બાદ, ટૅક્સીની સુવિધા લઈને તમે દ્રાસ પહોંચી શકો છો. અહિંયા એ પણ જણાવી દઇએ કે દ્રાસથી સૌથી પાસેનું રેલ વે (Railway) સ્ટેશન જમ્મૂ તાવી છે જે અહિંથી લગભગ 386 કિમી દૂર છે.

રોકાણ અને ફરવાની સુવિધા
India’s Coldest Place દ્રાસ (Drass)ની આસપાસ અનેક ફરવાના સુંદર કુદરતી સ્થળો છે જેમાં જોજીલા પાસ, દ્રાસ વોર મેમોરિયલ (Kargil War Memorial), દ્રૌપદી કુંડ, નિંગૂર મસ્જિદ, મુશ્કો વેલી અને સ્ટૅગ્સબૂ વગેરે સામેલ છે. જો તમને 1999ના કારગિલ યુદ્ધ વિશે વધુ જાણવાની જીજ્ઞાસા હોય તો બ્રિગેડ વોર ગેલેરીની મુલાકાત લેવી એક બહેતરીન વિકલ્પ છે.
ભારતનું સૌથી ઠંડુ સ્થળ હોવા છતાં અહિં ફરવાની અનેક જગ્યાઓ હોવાથી રોકાણની વ્યવસ્થા પણ ઘણી ઉત્તમ છે. કેટલાય ટૂરિસ્ટ કારગિલમાં રોકાણ કરીને એક દિવસ માટે દ્રાસ (Drass) ફરવા આવતા હોય છે. સમગ્ર વર્ષ દરમિયાન, કુદરતના અજુબા સમાન આ સ્થળે ઉનાળા અને ચોમાસા દરમિયાન પણ અહિંનું તાપમાન 25° C થી ઉપર નથી જતું!
