MANTAVYA Vishesh/ જમ્મુ-કાશ્મીર પછી લદ્દાખને હિંસાની આગમાં સળગાવવાનો પ્રયત્ન

નેપાળમાં GenZના પ્રદર્શન આખા વિશ્વએ જોયા, નેપાળની સરકારને સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવો ભારે પડ્યો. આ જબરદસ્ત વિરોધ પ્રદર્શનના કારણે આખી નેપાળની સરકાર ઉથલી ગઈ અને હાલમાં ત્યાં વચગાળાની સરકાર આવી છે.

Mantavya Vishesh

નેપાળમાં GenZના પ્રદર્શન આખા વિશ્વએ જોયા, નેપાળની સરકારને સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવો ભારે પડ્યો. આ જબરદસ્ત વિરોધ પ્રદર્શનના કારણે આખી નેપાળની સરકાર ઉથલી ગઈ અને હાલમાં ત્યાં વચગાળાની સરકાર આવી છે.

હવે જાણે નેપાળનું જ પ્રતિબિંબ પાડતાં હોય તેમ બુધવારે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે હિંસક વિરોધ પ્રદર્શન ફાટી નીકળ્યા છે. આ પ્રદર્શન બિલકુલ નેપાળની સ્ટાઇલમાં જ ચાલવા લાગ્યા છે. આના પગલે જનરેશન ઝેડની પોલીસ અને સુરક્ષા દળો સાથે અથડામણ થઈ છે.

આશ્ચર્યની વાત એ છે કે અત્યાર સુધી શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન માટે જાણીતા લેહમાં આ પ્રકારના વિરોધ પ્રદર્શને લેહથી માંડીને દિલ્હી સુધી બધાને ચોંકાવી દીધા છે. લેહ કેન્દ્રશાસિત પ્રદેશ હોવાની સાથે સરહદી વિસ્તાર પણ છે. તેના કારણે સરકાર હંમેશા તેને લઈને સંવેદનશીલ રહી છે.

તોફાને ચઢેલા તોફાનીઓઓની પોલીસ અને સુરક્ષા દળો સાથે અથડામણ થઈ હતી. વિદ્યાર્થીઓએ ભાજપની કચેરીને આગ ચાંપી દીધી હતી અને પોલીસ પર પર પથ્થર મારો કર્યો હતો. વિદ્યાર્થીઓએ સીઆરપીએફના વાહનને પણ આગ ચાંપી દીધી હતી.

આ વિદ્યાર્થીઓ સામાજિક કાર્યકર સોનમ વાંગચુકના સમર્થનને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જે રાજ્યની માંગને લઈને 15 દિવસથી ભૂખ હડતાળ પર છે. અધૂરી માંગણીઓના વિરોધમાં પ્રદર્શનકારીઓએ આજે બંધનું એલાન આપ્યું હતું. લોકોએ સોનમ વાંગચુકના સમર્થનમાં રેલી કાઢી હતી.

આશ્ચર્યની વાત એ છે કે જે માંગ સોનમ વાંગચુક કરી રહ્યા છે તે જ માંગ આ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. તેમની પહેલી માંગ છે લદ્દાખને પૂર્ણ રાજ્યનો મળવો જોઈએ. બીજી માંગ છે તેને બંધારણીય રક્ષણ (છઠ્ઠી અનુસૂચિ) આપવી જોઈએ. ત્રીજી માંગ છે કારગિલ અને લેહ લોકસભા સીટ બનાવો. જ્યારે ચોથી માંગ છે સરકારી નોકરીઓમાં સ્થાનિકોની ભરતી થવી જોઈએ.

સોનમ વાંગચુક આ જ માંગને લઈને સરકાર સામે પાંચ વર્ષથી આંદોલન કરી રહ્યા છે. હવે આ માંગણીઓ સાથે આગામી પ્રદર્શન છઠ્ઠી ઓક્ટોબરે દિલ્હીમાં કરવામાં આવનારા છે. જો કે લદ્દાખમાં હિંસા અને આગજનીની ઘટનાના પગલે સોનમ વાંગચુક પણ ભડક્યા છે. તેમણે આ પ્રકારની હિંસાનો તીવ્ર વિરોધ પણ કર્યો છે. તેમણે આ હિંસાના વિરોધમાં હાલમાં ચાલતી ભૂખ હડતાળ પૂરી કરવાની જાહેરાત કરી છે. તેની સાથે આ હિંસા જ્યાં સુધી અટકશે નહીં ત્યાં સુધી આ આંદોલનને કોઈપણ રીતે આગળ નહીં વધારવામાં આવે તેવી જાહેરાત કરી છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે પાંચ ઓગસ્ટ 2019ના રોજ એક જ ઝાટકે કલમ 370 અને 35એ હટાવી દીધી હતી. તેના પછી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા હતા. તેના પછી સરકારે રાજ્યમાં પરિસ્થિતિ સામાન્ય બાદ પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનો વચન આપ્યું હતું. હવે જમ્મુ-કાશ્મીરમાં તો હિંસા થાય છે અને આતંકવાદી હુમલા થાય છે, પરંતુ લદ્દાખમાં તો આવું કશું છે જ નહીં તો પછી કેન્દ્ર સરકારે હજી સુધી કેમ તેને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપ્યો નથી તે સવાલ લદ્દાખવાસીઓ પૂછી રહ્યા છે. તેઓનું કહેવું છે કે હિંસા કરનાર અને શાંતિ રાખનારને એક જ ત્રાજવે ન તોળાય.

આ અગાઉ લદ્દાખમાં ક્યારેય તોફાનો થયા નથી. લદ્દાખવાસીઓએ ત્યાં શાંતિ જ જાળવી છે, છતાં પણ કેન્દ્ર સરકાર સરહદી રાજ્યની માંગને કેમ ધ્યાનમાં લેતી નથી. આ હિંસાના પગલે સોનમ વાંગચુકે જણાવ્યું હતું કે આજનો દિવસ ફક્ત મારા માટે જ નહીં લદ્દાખ માટે શોકજનક છે. અમે પાંચ વર્ષથી શાંતિના માર્ગ પણ આગળ ધપી રહ્યા છે, અમે ધરણા કર્યા, ભૂખ હડતાળ કરી, લેહથી દિલ્હી સુધી ચાલીને ગયા. હવે આ હિંસાએ શાંતિના માર્ગે સંઘર્ષ આગળ વધારવાના અમારા ઇરાદા પર અસર પહોંચાડી છે. અમારો શાંતિનો સંદેશ અને શાંતિપૂર્ણ રીતે ચાલતો સંઘર્ષ જાણે નિષ્ફળ જ જઈ રહ્યો છે તેમ અમને લાગી રહ્યું છે. આજે લદ્દાખમાં આગજની, ગોળીબાર અને હિંસા થવા લાગી છે. આની અમે ક્યારેય કલ્પના કરી ન હતી. હું લદ્દાખની યુવા પેઢીને પણ હિંસા બંધ કરવાની અપીલ કરું છું. તેની સાથે વહીવટીતંત્રને પણ લદ્દાખના યુવાનો પર ગોળીબાર ન કરવા મારી વિનંતી છે. આ હિંસાના પગલે મારું હૃદય વ્યથિત છે, અમે અમારી ભૂખ હડતાલ તોડી રહ્યા છીએ અને આ હિંસાના વિરોધના પગલે અમે વિરોધ બંધ કરી રહ્યા છીએ. અમારું માનવું છે કે વહીવટીતંત્ર નરમ પડે. આ મુદ્દો સંવાદનો છે. હિંસાથી ઉકેલ નહીં આવે. હિંસાથી ફક્ત હિંસા જ વધશે.

સોનમ વાંગચુકને ડર છે કે ક્યાંક લદ્દાખની હાલત પણ કાશ્મીરમાં થઈ હતી તેવી ન થાય. તે જાણે છે કે આટલા વર્ષો સુધી કાશ્મીરમાં હિંસા ચાલી તો છેવટે તેનું પરિણામ વિતરીત જ આવ્યું, ઉપરથી વિશેષ રાજ્યનો દરજ્જો પણ છીનવાઈ ગયો. તેથી દર વખતે હિંસાથી જ યોગ્ય ઉકેલ આવે તેમ તે માનતા નથી. આના પગલે તે શાંતિપૂર્ણ માર્ગે આંદોલન કરવામાં માને છે. તેમનો ડર પણ મહદ અંશે ખોટો પણ નથી. જમ્મુ-કાશ્મીરની જેમ હવે લદ્દાખને હિંસાની આગની ઝોળીમાં નાખવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. રાજ્યનો દરજ્જો કેન્દ્રના હાથમાં છે અને કેન્દ્રને આ અંગે જ્યાં સુધી સંતોષ થશે નહીં ત્યાં સુધી તે રાજ્યનો દરજ્જો નથી જ આપવાની, પછી નકામી હિંસાથી કશું જ વળવાનું નથી. પૂર્વોત્તર ભારતમાં આટલા વર્ષ હિંસા ચાલી, તેનાથી કંઈ ઉકેલ ન આવ્યો. છેવટે સંવાદથી જ ઉકેલ આવ્યો. આમ તે સંવાદની શક્તિને સારી રીતે જાણે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: MANTAVYA Vishesh/અલ્પેશ ઠાકોરે ખખડાવ્યા ખાંડા, ઠાકોર સેનાને કરી સક્રિય

આ પણ વાંચો: MANTAVYA Vishesh/ધરપકડનું વોરંટ નીકળતા હાર્દિક પટેલના બદલાયા તેવર

આ પણ વાંચો: MANTAVYA Vishesh/સરદાર યાત્રામાં નરેશ પટેલના પુત્ર શિવરાજના વિવાદાસ્પદ બોલ