IAS Dr. Vikrant Pandey: બોલિવૂડ ફિલ્મ હિન્દી મીડિયમ બધાએ જોઈ હશે, ઇરફાન અભિનીત ફિલ્મમાં હિન્દી માધ્યમના વિદ્યાર્થીને જ નહીં તેના માબાપને પણ અંગ્રેજી માધ્યમમાં તેને ભણાવવા માટે કેવા પ્રકારના સંઘર્ષનો સામનો કરવાનો આવે છે. ગુજરાતના 2005ની કેડરના IAS અધિકારી ડો. વિક્રાંત પાંડેએ બિલકુલ આ જ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવાનો આવ્યો હતો અને તેઓ તેનો સામનો કરીને અને તેની કસોટીમાંથી પાર પડીને ટોચના વહીવટી અધિકારી બન્યા હતા.

MBBS કોટા ડોક્ટર ડિગ્રીથી IAS જર્ની
22 એપ્રિલ 1979ના રોજ જન્મેલા ડો. વિક્રાંત પાંડેએ રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં બકાની નામના ના ટાઉનમાં પ્રારંભિક અભ્યાસ હિન્દી માધ્યમમાં કર્યો હતો. તેના પછી તેમણે કોટા આવીને ડોક્ટરનો અભ્યાસક્રમ પૂરો કરી ફાર્મા સાથે MBBSની ડિગ્રી મેળવી. ડોક્ટર તરીકેની સફળ કારકિર્દીમાં આગળ ધપી શકે તેમ હોવા છતાં તેમણે યુપીએસસી પાસ કરીને ટોચના સરકારી અધિકારી બનવાનું પસંદ કર્યુ તે બાબત જ અચરજ પમાડે તેવી છે. સામાન્ય રીતે ડોક્ટર બનનાર ક્યાં તો હોસ્પિટલમાં નોકરી કરે છે અથવા તો સર્જન બનીને પોતાની હોસ્પિટલ ખોલે છે અથવા તો હોસ્પિટલમાં નોકરી કરે છે. પણ ડોકટર બનનારા વહીવટી સેવામાં અને તે પણ સરકારી વહીવટી સેવામાં આવે તેવું બહુ ઓછું બને છે.

ડોક્ટરી અનુભવથી સરકારી વહીવટમાં સફળતા
તે પોતે પણ સ્વીકારે છે કે આ એક અઘરો નિર્ણય હતો, પિતાની ઇચ્છા પૂરી કરવા તે ડોક્ટર બન્યા હતા. તેથી જ તેમનો ડોક્ટર તરીકેનો સરકારી અનુભવ આજે દરેક કામમાં ઉપયોગી નીવડી રહ્યો છે. ડોક્ટરે રોગનું યોગ્ય નિદાન કરવાનું હોય છે અને દર્દીની સ્થિતિનું બરોબરનું વિશ્લેષણ કરવાનું હોય છે. આમ ડોક્ટરીની આ આવડત હવે તેમને સરકારી વહીવટમાં બરોબરની કામ લાગી રહી છે.

PM એવોર્ડ વિજેતાની ગુજરાત વાપસી!
તે વલસાડ, ભરૂચ અને અમદાવાદમાં જિલ્લા કલેક્ટર તરીકેની કામગીરી સફળતાપૂર્વક કરી ચૂક્યા છે. આ ઉપરાંત તે છ વર્ષ કેન્દ્રમાં પણ સેવા આપી ચૂક્યા છે. તેમાં તો ભરૂચમાં તેમને કલેક્ટરની કામગીરી માટે પ્રાઇમ મિનિસ્ટર્સ એવોર્ડ ફોર એક્સીલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન પણ મળી ચૂક્યો છે. તેના પછી તેમને ગુજરાત પરત મોકલવામાં આવ્યા છે. તેમણે તેમની વહીવટી કારકિર્દીનો પ્રારંભ રાજકોટથી કર્યો હતો, તેઓ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વહીવટી સ્તરે સંચાલનનો નોંધપાત્ર અનુભવ ધરાવે છે. વિકાસને નડતાં પ્રશ્નોને કઈ રીતે દૂર કરવા તેમા તેમને સારું કૌશલ્ય હાંસલ છે.

ગુજરાત IAS ડો. વિક્રાંત પાંડે: હિન્દી માધ્યમથી CM કોર ટીમ સુધીની અદ્ભુત સફર
આ ઉપરાંત તેઓ નવેમ્બર 2019થી જાન્યુઆરી ડિસેમ્બર સુધી ગૃહ મંત્રાલયમાં ઇન્ટરસ્ટેટ કાઉન્સિલના ડિરેક્ટર હતા. તેના પછી તેઓ ડિસેમ્બર 2024થી કેન્દ્રમાં ગુજરાતના રેસિડેન્ટ ઓફિસર હતા. આ સમયગાળામાં તેમણે ગુજરાત અને કેન્દ્ર વચ્ચે સંકલન સાધવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. માર્ચ 2025થી તેઓ ગુજરાત સરકારના સેક્રેટરી છે. તેઓ આજે પ્રિન્સિપાલ સેક્રેટરી હોવાની સાથે ગુજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલની કોર ટીમના સભ્ય છે. આ બતાવે છે કે તેઓ રાજ્યના કેવા ડાઇનેમિક ઓફિસરોમાં એક છે. તેમની સફળતાએ હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓ માટે સંદેશો મોકલ્યો છે કે ઇરાદા બુલંદ હોય તો ગમે તેવા અવરોધોને ઓળંગી શકાય છે.
