Traveling Plan: ભારત વિવિધતાથી ભરેલો દેશ છે, જ્યાં દરેક ખૂણે કંઈક નવું જોવા મળે છે. સામાન્ય રીતે આપણે કોઈ જગ્યા (places) એ ફરવા જઈએ છીએ ત્યારે તેનું એક જ રૂપ જોઈ શકીએ છીએ.
પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં એવા કેટલાક સ્થળો (places) છે જે સમય બદલાતાની સાથે પોતાનો રંગ અને મિજાજ પણ બદલી નાખે છે? આજે અમે તમને એવા 5 સ્થળો વિશે જણાવીશું જ્યાં સવારે 6 વાગ્યે તમને પરમ શાંતિનો અનુભવ થશે, જ્યારે સાંજે 6 વાગ્યે ત્યાં જ તમને એક અલગ ઊર્જા અને રોશની જોવા મળશે. જો તમે એક જ ટિકિટમાં બે અલગ દુનિયા જોવા માંગતા હોવ, તો આ લિસ્ટ સેવ કરી લો.
વારાણસીના ઘાટ, ઉત્તર પ્રદેશનું સ્થળ (places)
ભગવાન શિવની નગરી કાશીમાં સમય જાણે થંભી જાય છે.
સવારે 6 વાગ્યે: અહીંનું દ્રશ્ય દિવ્ય હોય છે. ગંગા નદી પર છવાયેલું હળવું ધુમ્મસ, ઘાટ પર સૂર્ય નમસ્કાર અને યોગ કરતા સાધુઓ અને મંદિરોમાં થતી સવારની આરતી તમારા મનને શાંતિ આપે છે.
સાંજે 6 વાગ્યે: દશાશ્વમેઘ ઘાટ (places) પર સાંજ પડતાની સાથે જ માહોલ બદલાઈ જાય છે. હજારો દીવાઓનો પ્રકાશ, ઘંટારવ, મંત્રોચ્ચાર અને ભવ્ય ગંગા આરતી એક અલૌકિક વાતાવરણ સર્જે છે.
મરીન ડ્રાઈવ, મુંબઈ (Marine Drive)
સપનાના શહેર મુંબઈની ધડકન સમાન મરીન ડ્રાઈવ.
સવારે 6 વાગ્યે: મુંબઈની ભાગદોડ શરૂ થાય તે પહેલા અહીં ફક્ત દરિયાના મોજાનો અવાજ અને પક્ષીઓનો કલરવ સંભળાય છે. જોગર્સ અને સાયકલ સવારો માટે આ સ્વર્ગ સમાન (places) છે.
સાંજે 6 વાગ્યે: સાંજ પડતા જ આ જગ્યા ‘ક્વીન્સ નેકલેસ’ બની જાય છે. સ્ટ્રીટ લાઈટ્સ ચાલુ થાય છે અને ઠંડી હવાનો આનંદ માણવા હજારો લોકો ઉમટી પડે છે. અહીં (places) મિત્રો અને પરિવાર સાથે બેસવાની મજા જ કંઈક અલગ છે.
હવા મહેલ, જયપુર (Hawa Mahal)
પિંક સિટીની શાન ગણાતો હવા મહેલ.
સવારે 6 વાગ્યે: જ્યારે સૂર્યના કોમળ કિરણો હવા મહેલની ઝરૂખાઓ પર પડે છે, ત્યારે તેની ગુલાબી દીવાલો સોનેરી ચમક પકડે છે. રસ્તા પર ટ્રાફિક ન હોવાથી ફોટોશૂટ માટે આ બેસ્ટ સમય છે.
સાંજે 6 વાગ્યે: રાત્રે આ ઈમારત સોનેરી રોશનીમાં નહાઈ ઉઠે છે. આસપાસના બજારો ખુલી જાય છે અને રાજસ્થાની હસ્તકળાની ખરીદી કરવા પ્રવાસીઓની ભીડ જામે છે.
ઈન્ડિયા ગેટ, નવી દિલ્હી (India Gate)
દેશનું ગૌરવ અને દિલ્હીનું હૃદય.
સવારે 6 વાગ્યે: અહીં એકદમ સ્વચ્છતા અને શાંતિ હોય છે. સવારના કુમળા તડકામાં ઈન્ડિયા ગેટ ભવ્ય દેખાય છે. મોર્નિંગ વોક અને સાયકલિંગ માટે આ ઉત્તમ સમય છે.
સાંજે 6 વાગ્યે: સૂર્યાસ્ત પછી અહીં મેળો જામ્યો હોય તેવું લાગે છે. ઈન્ડિયા ગેટ લાઈટોથી ઝગમગી ઉઠે છે અને લોકો અહીં પિકનિક મનાવવા આવે છે.
સેમ સેન્ડ ડ્યુન્સ, જેસલમેર (Sam Sand Dunes)
રણની સફરનો અસલી રોમાંચ અહીં છે.
સવારે 6 વાગ્યે: રણની સવાર ખૂબ જ ઠંડી અને શાંત હોય છે. રેતીના ઢૂવાઓ પર સૂર્યના કિરણો પડતા તે સોના જેવા ચમકે છે. ઊંટ સફારી માટે આ શ્રેષ્ઠ સમય છે.
સાંજે 6 વાગ્યે: અહીંનું દ્રશ્ય ઉત્સવ જેવું બની જાય છે. રાજસ્થાની લોક સંગીત, કાલબેલિયા ડાન્સ અને સૂર્યાસ્ત (Sunset) નો નજારો પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે.
મુસાફરીનો અર્થ માત્ર સ્થળ (places) જોવાનો નથી, પણ તેને અનુભવવાનો છે. આ સ્થળોએ સવાર અને સાંજ બંને સમયે જઈને તમે કુદરત અને સંસ્કૃતિના વિવિધ રંગો માણી શકો છો.
આ પણ વાંચો: ગોવા જઈને બીચ પર નથી બેસવું? તો આ 4 ‘છુપા સ્થળો’ની મુલાકાત લો, ભીડભાડથી દૂર મળશે ગજબની શાંતિ
આ પણ વાંચો: સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનું પ્લાનિંગ કરો છો? તો ટિકિટના ભાવથી લઈને પહોંચવા સુધીની A to Z માહિતી જાણો
