Lifestyle News: ભારતમાં સર્વાઇકલ કેન્સરથી અર્થાત્ ગર્ભાશય ગ્રીવાના કેન્સર (Cervical Cancer)થી પ્રત્યેક 8 મિનિટે એક મહિલાનું મોત થઇ રહ્યું છે. આ કેન્સર મહિલાઓમાં જોવા મળતી એક ગંભીર બીમારી (Disease) છે પણ એનાથી બચાવ સંભવ છે.
શું છે આ સર્વાઇકલ કેન્સર (Cervical Cancer)?
ગર્ભાશયના નીચેના ભાગની કોશિકાઓમાં શરુ થતા આ કેન્સરનું સૌથી મોટું કારણ છે હ્યુમન પૅપિલોમા વાયરસ (HPV)…આ એક અત્યંત સાધારણ વાયરસ (Virus) છે જે શારીરિક સંપર્કના માધ્યમથી ફેલાય છે. જો કે, શરીરની ઇમ્યૂન સિસ્ટમ અવારનવાર એની સામે લડીને રક્ષણ આપે છે પરંતુ, કેટલાક કેસમાં આ વાયરસ વર્ષો સુધી પગ જમાવે છે અને કેન્સર (Cancer)નું ખતરનાક સ્વરુપ લઇ લે છે. તમને જાણીને નવાઇ લાગશે કે સર્વાઇકલ કેન્સરથી દર વર્ષે કેટલી મહિલા (Women) જીવ ગુમાવે છે? એઇમ્સના રિપોર્ટમાં આ ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યું છે.

ભારતમાં સર્વાઇકલ કેન્સર વિશે AIIMS નો રિપોર્ટ
ભારત (India)માં સર્વાઇકલ કેન્સરથી અર્થાત્ ગર્ભાશય ગ્રીવાના કેન્સરથી પ્રત્યેક 8 મિનિટે એક મહિલાનું મોત થઇ રહ્યું છે. અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS) (રેડિએશન ઓન્કોલોજી, કેન્સર વિકિરણ ચિકિત્સા)ના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. અભિષેક શંકર દ્વારા જણાવ્યા અનુસાર, ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ (ICMR) ના એક રિપોર્ટ મુજબ, ભારતમાં સર્વાઇકલ કેન્સરથી દર આઠ મિનિટે એક મહિલાનું મોત નીપજે છે! અલબત્ત, યોગ્ય સમયે ઉપચાર અને રસીકરણથી એને અટકાવી શકાય છે. આ ગંભીર સ્થિતિને રોકવા માટે કેન્દ્ર સરકાર, રાજ્યોના સ્વાસ્થ્ય મિશન, કેન્સર સંસ્થાન્ તથા આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ વિશેષ રસીકરણ, સ્ક્રિનિંગ અને ઉપચારની એકીકૃત રણનીતિ મુજબ મળીને કાર્ય કરવાની સંમતિ આપી છે.
આંકડા જાણીને હતપ્રભ થઇ જશો
દેશભરમાં સર્વાઇકલ કેન્સરના દર વર્ષે આશરે 1.23 લાખ નવા કેસ સામે આવે છે જે પૈકી લગભગ 77 હજાર મહિલાઓનું મૃત્યુ (Death) થઇ જાય છે! આ કેન્સરના વધતા કેસોને જોતાં, AIIMS, દિલ્હીએ ફ્રી સર્વાઇકલ કેન્સર સ્ક્રિનિંગ નો પ્રારંભ કર્યો છે. આ અંતર્ગત, 31 જાન્યુઆરી સુધી મહિલાઓ (Women) તદ્દન નિ:શુલ્ક સર્વાઇકલ કેન્સરનું સ્ક્રિનિંગ અહિં કરાવી શકે છે. 30 થી માંડીને 65 વર્ષની મહિલાઓ સોમથી શુક્રવાર સુધી સવારે 9 થી 3 વાગ્યા સુધી બ્રેસ્ટ અને સર્વાઇકલ કેન્સરની સ્ક્રિનિંગ કરાવી શકે છે. આ સાથે જ 9 થી 14 વર્ષની કન્યાઓ માટે આનાથી બચાવ માટે વેકસિનેશન શનિવારે 9 થી 12 વાગ્યા સુધી ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.

સર્વાઇકલ કેન્સરના લક્ષણો
સર્વાઇકલ કેન્સરના લક્ષણો (Symptoms) આ મુજબ જોવા મળે છે.
1. અસામાન્ય રક્સસ્ત્રાવ
પીરિયડ્સ (Periods) દરમિયાન, શારીરિક સંબંધ બાદ (Physical Relation) અથવા મેનોપૉઝ બાદ રક્સસ્ત્રાવ થાય છે
2. પેલ્વિક પેઇન
પેટના નીચલા ભાગમાં સતત દુ:ખાવો થાય છે.
3. સફેદ પાણી
યોનિમાંથી દુર્ગંધયુક્ત કે લોહીવાળો સ્ત્રાવ થાય છે.

રક્ષણના ઉપાય
સર્વાઇકલ કેન્સરથી મોટા ભાગે પૂર્ણ રીતે બચી શકાય છે.
1. રસીકરણ
HPV Vaccine લેવી એ સૌથી પ્રભાવશાળી પદ્ધતિ છે. ડૉક્ટરોના જણાવ્યા મુજબ, 9 થી 14 વર્ષની કન્યાઓ માટે આ રસીકરણ (Vaccination) સૌથી વધુ અસરકારક છે, જો કે 45 વર્ષ સુધીની મહિલાઓ પણ તબીબની સલાહ લઇને એ લઇ શકે છે.
2. પૅપ સ્મીયર ટેસ્ટ
30 વર્ષની વય પછી મહિલાઓએ નિયમિત રુપે આ Pap Smear Test ટેસ્ટ કરાવવો જોઇએ. આનાથી કેન્સર થતા અગાઉ જ પરિસ્થિતિનો તાગ મેળવી શકાય છે.
3. સુરક્ષિત સંબંધ અને સ્વચ્છતા
વ્યક્તિગત સ્વચ્છતાનું ધ્યાન રાખવું અને સુરક્ષિત યૌન સંબંધ (Safe Sexual Intercourse) બનાવવાથી આનું જોખમ ઓછું થઇ જાય છે.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો: જાપાનમાં ટ્રી ફ્રોગમાં મળી આવ્યાં શક્તિશાળી એન્ટી કેન્સર ડ્રગ, એક ડોઝથી જ કેન્સર ખતમ…!!
આ પણ વાંચો : સાવધાન: તમારા રસોડામાં જ છુપાયેલું છે કેન્સરનું જોખમ? આ 7 વસ્તુઓ ખાતા પહેલા સો વાર વિચારજો!
આ પણ વાંચો: નખ પર કાળી લાઈન દેખાવાનો શો અર્થ? આ છે વિટામિનની ઉણપથી થતી એક બીમારી કે કેન્સરના લક્ષણો..!
