Lifestyle/ ઘરે શી રીતે બનાવશો મિક્સ ફ્રુટ શરબત? બનાવો આ રેસિપીથી…ગરમીમાં તરોતાજા થઇ જશો!

કેમિકલ અને શુગરયુક્ત ઠંડા પીણાં બોડી શુગર લેવલ પણ વધારી મૂકે છે. અહિં અમે એક ઉત્તમ કુદરતી પીણું લઇને આવ્યા છીએ જે છે સ્વાસ્થપ્રદ Mixed Fruit Sharbat…

Trending Food Health & Fitness Lifestyle
Mixed Fruit Sharbat, ઉનાળા, કુદરતી પીણું, ગરમીની રેસિપી, હૅલ્થ ડ્રિંક

Lifestyle: ઉનાળાનું એક બહેતરીન પીણું છે મિક્સ ફ્રુટ શરબત (Mixed Fruit Sharbat)…જે તાજગીથી ભરપૂર અને પૌષ્ટિક હોય છે. બજારમાં અનેક જાતના શરબત મળે છે પણ આ ડ્રિંક એનાથી તો અનેકગણું હૅલ્ધી હોય છે. તો ચાલો એને બનાવવાની રેસિપી વિશે જાણી લઇએ…

Mixed Fruit Sharbat, ઉનાળા, કુદરતી પીણું, ગરમીની રેસિપી, હૅલ્થ ડ્રિંક

કોલ્ડ ડ્રિંક્સનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક

હાલ વૈશાખ મહિનો ચાલી રહ્યો છે અને જેઠ મહિનો થોડા સમયમાં શરુ થશે! ગુજરાત સહિત ભારતના અનેક સ્થળોએ ભીષણ ગરમી પડી રહી છે અને હજુ પણ વધવાના અણસાર છે! આ સંજોગોમાં, પરસેવો વળવાથી થતી સ્કિનની અને વાળની ચીકાશ તથા થાક શરીરની એનર્જી જાણે શોષી લે છે! આનાથી બચવા માટે શરીરને ઠંડક પહોંચાડવી અત્યંત આવશ્યક છે. આ માટે ઘણા લોકો કોલ્ડ ડ્રિંક્સ (Cold Drinks)નું સેવન કરે છે પણ એ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તડકામાંથી આવ્યા બાદ આવી વસ્તુઓ ઘડીક વાર તો રાહત પહોંચાડે છે પણ હૅલ્થને નુકસાન પહોંચાડે છે.

Mixed Fruit Sharbat, ઉનાળા, કુદરતી પીણું, ગરમીની રેસિપી, હૅલ્થ ડ્રિંક

આ કેમિકલ અને શુગરયુક્ત ઠંડા પીણાં બોડી શુગર લેવલ પણ વધારી મૂકે છે. આથી આવી વસ્તુઓનું સેવન ટાળવું જ હિતાવહ છે. આ માટે અહિં અમે એક ઉત્તમ કુદરતી પીણું લઇને આવ્યા છીએ જે સ્વાસ્થપ્રદ પણ છે અને શરીરને અંદરથી ઠંડક પણ પહોંચાડે છે. આ છે મિક્સ ફ્રુટ શરબતની ઊર્જા પ્રદાન કરતી ઉનાળુ રેસિપી (Summer Recipe)…જે વિશે હવે આપણે જાણીશું…

શી રીતે બનાવશો મિક્સ ફ્રુટ શરબત? (How to Make Mixed Fruit Sharbat)

આ કુદરતી પીણું (Natural Drink) બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી

પસંદગી અનુસાર ફળ જેવા કે,

તરબૂચ

દ્રાક્ષ

દાડમ

કેરી

અનાનસ

સ્વાદાનુસાર ખાંડ કે સાકર અથવા મધ

1 મોટી ચમચી લીંબુનો રસ

1 ચપટી સંચળ

5-6 ફુદીનાના પાન

આવશ્યકતા અનુસાર બરફના ટુકડા

Mixed Fruit Sharbat, ઉનાળા, કુદરતી પીણું, ગરમીની રેસિપી, હૅલ્થ ડ્રિંક

બનાવવાની વિધિ

1. આ તમામ ફળો (Fruits)ને પ્રથમ સારી રીતે ધોઇને છોલી લેવા અને એમાંથી બીજ કાઢીને તૈયાર કરવા.

2. દાડમનો ફોલીને દાણા કાઢવા અને તરબૂચ તથા કેરી જેવા ફળોને નાના ટુકડામાં સમારી લેવા.

3. હવે એક મિક્સરમાં આ તમામ ફળ, ખાંડ અથવા મધ (Honey), સંચળ અને બરફના ટુકડા ઉમેરી દેવા.

4. આ સામગ્રીની એક સ્મૂધ શરબત જેવી પ્યૂરી તૈયાર કરી લેવી અને સૂપની ગરણીથી ગાળી લેવી.

5. આ તૈયાર પ્યુરીમાં લીંબુનો રસ (Lemon Juice) મિક્સ કરીને સારી રીતે હલાવી લેવું.

તો તૈયાર છે તમારું મિક્સ ફ્રુટ શરબત…એને સર્વ કરવા માટે એક ગ્લાસમાં બરફના ટુકડા ઉમેરો, આ શરબત ઉમેરો અને ઉપરથી તાજા ફુદીનાના પાનથી સજાવીને તથા રાખી મૂકેલા ફળોના નાના ટુકડાંથી સજાવો અને ઠંડુ-ઠંડુ સર્વ કરો.


આ પણ વાંચો: કાચી કેરીનો બાફલો કેવી રીતે બનાવશો? ઉનાળાની ગરમીમાં શરીરમાં ટાઢક વ્યાપી જશે..શીતળ રેસિપી!

આ પણ વાંચો: ગરમીમાં પીઓ ઠંડુ-ઠંડુ પાન શરબત….પાચન માટે સર્વોત્તમ…વિશેષ ઉનાળુ ડ્રિંક રેસિપી…