Not Set/ #INDvAUS : પ્રથમ ટેસ્ટમાં પંતે કર્યો કમાલ, કરી આ વર્લ્ડ રેકોર્ડની બરાબરી

એડિલેડ, એડિલેડમાં રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં વિરાટ બ્રિગેડે શાનદાર જીત હાંસલ કરી છે. ભારત દ્વારા આપવામાં આવેલા ૩૨૩ રનના ટાર્ગેટ સામે ઓસ્ટ્રેલિયાની ટીમ ૨૯૧ રન બનવી શકી હતી અને ભારતીય ટીમે ૩૧ રને વિજય પ્રાપ્ત કયો છે. ભારતની આ ઐતિહાસિક જીત સાથે ટીમના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે પણ આ ટેસ્ટમાં એક વર્લ્ડ રેકોર્ડની […]

Trending Sports

એડિલેડ,

એડિલેડમાં રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં વિરાટ બ્રિગેડે શાનદાર જીત હાંસલ કરી છે. ભારત દ્વારા આપવામાં આવેલા ૩૨૩ રનના ટાર્ગેટ સામે ઓસ્ટ્રેલિયાની ટીમ ૨૯૧ રન બનવી શકી હતી અને ભારતીય ટીમે ૩૧ રને વિજય પ્રાપ્ત કયો છે.

sports-#indvaus-adelaide-test-rishabh-pant-equals-test-catch world record

ભારતની આ ઐતિહાસિક જીત સાથે ટીમના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે પણ આ ટેસ્ટમાં એક વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી છે. પંતે પોતાના બેટ દ્વારા નહિ પણ વિકેટકીપર તરીકે કમાલ કરી છે.

વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી

પ્રથમ ટેસ્ટમાં ઋષભ પંતે કુલ ૧૧ કેચ પકડવાની સાથે જ એક વિકેટકીપર તરીકે જેક રસેલ અને એ બી ડિવિલિયર્સના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી છે. રસેલ અને ડિવિલિયર્સે ૧૧-૧૧ કેચ પકડ્યા હતા.

sports-#indvaus-adelaide-test-rishabh-pant-equals-test-catch world record

સોમવારે મેચના અંતિમ દિવસે કાંગારું ખેલાડી સ્ટાર્કનો કેચ પકડવાની સાથે જ મેચમાં ૧૧ કેચ પુરા કર્યા હતા. પંતે પ્રથમ ઇનિંગ્સમાં ૬ અને બીજી ઇનિંગ્સમાં ૫ કેચ લપક્યા હતા.

બીજી બાજુ પંત ભારત તરફથી રિદ્ધિમાન સહાને પાછળ છોડી એક ટેસ્ટમાં સૌથી વધુ કેચ પકડનાર વિકેટકીપર બની ગયો છે. આ પહેલા સહાએ સાઉથ આફ્રિકા સામે ૨૦૧૮માં કેપટાઉન ટેસ્ટમાં ૧૦ કેચ પકડ્યા હતા.