Maharashtra News: મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે, જેને જોઈને ડોક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. સામાન્ય રીતે જ્યારે સ્ત્રી ગર્ભવતી હોય છે, ત્યારે ગર્ભાશયમાં એક ગર્ભ હોય છે, જેનો જન્મ થાય છે પરંતુ અહીં એક અલગ પરિસ્થિતિ જોવા મળી છે.
મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં 32 વર્ષીય ગર્ભવતી મહિલાના ‘ગર્ભની અંદર ગર્ભ’ મળી આવ્યો છે. આ એક અત્યંત દુર્લભ સ્થિતિ છે જેમાં એક ખોડખાંપણવાળો ગર્ભ બીજા ગર્ભની અંદર સ્થિત હોય છે. આ કેસ વિશે માહિતી આપતાં, એક અધિકારીએ જણાવ્યું હતું કે આ દુર્લભ વિસંગતતા ત્યારે પ્રકાશમાં આવી જ્યારે 35 અઠવાડિયાની ગર્ભવતી મહિલા થોડા દિવસો પહેલા બુલઢાણા જિલ્લા મહિલા હોસ્પિટલમાં નિયમિત તપાસ માટે આવી હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં મહિલાના અલ્ટ્રાસાઉન્ડ દરમિયાન ડોક્ટરોને આ સ્થિતિની જાણ થઈ હતી. હોસ્પિટલના પ્રસૂતિશાસ્ત્રી અને સ્ત્રીરોગવિજ્ઞાની ડૉ. પ્રસાદ અગ્રવાલે મંગળવારે પત્રકારોને જણાવ્યું હતું કે ‘ગર્ભની અંદર ગર્ભ’ હોવાનો આ એક દુર્લભ કેસ છે અને આ સ્થિતિ પાંચ લાખમાંથી એકમાં જોવા મળે છે.
તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં (સમગ્ર વિશ્વમાં) આવા ફક્ત 200 કેસ જ નોંધાયા છે અને તે પણ ડિલિવરી પછી જ બન્યા છે. ડૉ. અગ્રવાલે કહ્યું કે તેમણે સામાન્ય રીતે વિકાસ પામતા ગર્ભના પેટમાં ગર્ભ જેવી રચના જોઈ.
તેમણે કહ્યું ,”મને આઘાત લાગ્યો કારણ કે આ સામાન્ય નથી,” આ ‘ગર્ભમાં ગર્ભ’ ની સ્થિતિ છે જે વિશ્વના સૌથી દુર્લભ કિસ્સાઓમાંનો એક છે. અમે બીજા ડૉક્ટરની સલાહ લીધી અને રેડિયોલોજિસ્ટ ડૉ. શ્રુતિ થોરાટે પણ આ સ્થિતિની પુષ્ટિ કરી. હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું હતું કે મહિલાને સુરક્ષિત ડિલિવરી અને વધુ પ્રક્રિયાઓ માટે છત્રપતિ સંભાજીનગરના એક મેડિકલ સેન્ટરમાં રિફર કરવામાં આવી છે.
આ પણ વાંચો:દુનિયામાં પહેલીવાર ડોક્ટરોએ કર્યો આવો ચમત્કાર, માતાના ગર્ભમાં જ કરી બાળકની બ્રેઈન સર્જરી
આ પણ વાંચો:પહેલીવાર માતા બની રહ્યાં છો,પેટમાં રહેલું બાળક કેવી હરકતો કરે છે, જાણી લો..
આ પણ વાંચો:ઉત્તરાખંડમાં ચોંકાવનારો કિસ્સો, 7 મહિનાના બાળકના પેટમાંથી મળી આવ્યો ભ્રૂણ
