Gujrat News :રાજ્યમાં સતત વરસી રહેલા વરસાદની વચ્ચે માર્ગ અકસ્માતો (Accident)ની હૃદયદ્રાવક ઘટનાઓમાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે. ‘ફ્રેન્ડશીપ ડે’ (Friendship Day)ના જ દિવસે મિત્રતાની ભીષણ અને ગમખ્વાર દુર્ઘટના સામે આવી છે. રાજસ્થાનના રણુજા (Ranuja)ખાતે બાબા રામદેવજીના દર્શન કરીને હરખભેર પરત ફરી રહેલા અંકલેશ્વરના છ મિત્રોની ઈકો કાર મહેસાણા-અમદાવાદ હાઇવે (Mehsana-Ahmedabad Highway)પર ચાંદરડા પાટિયા નજીક અચાનક બેકાબૂ થઈને પલટી મારી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં 5 મિત્રોની નજર સામે જ ગાડી ચલાવી રહેલા દોસ્તે દમ તોડી દીધો હતો, જ્યારે અન્ય પાંચ યુવાનો ગંભીર રીતે ઘવાતાં અરેરાટી વ્યાપી ગઈ છે.
દર્શન કરીને વતન પરત ફરતી વેળાએ સર્જાયો કાળમુખો અકસ્માત
બનાવની મળતી વિગતો અનુસાર, ભરૂચના અંકલેશ્વર (Ankleshwar)માં રહેતા છ યુવકો 31 જુલાઈના રોજ પોતાની ઈકો ગાડી લઈને રણુજા દર્શન અર્થે ગયા હતા. 1 ઓગસ્ટની સાંજે તમામ મિત્રો વતન આવવા નીકળ્યા હતા. આ દરમિયાન 2 ઓગસ્ટના રોજ સાંજના સમયે ચાંદરડા પાટિયા પાસે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રસ્તા પર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં કાર ચલાવી રહેલા ભાવેશ ચૌધરીને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
5 ઈજાગ્રસ્ત મિત્રો સિવિલમાં ખસેડાયા
આ દુર્ઘટનામાં કાર માલિક ચિરાગ વસાવા સહિત અન્ય સાથીઓ ભાવેશ વસાવા, કિરીટ વસાવા, સંજીત રામ અને અરબાજ અયુબખાન પઠાણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં 108 મારફતે મહેસાણા સિવિલ હોસ્પિટલ પહોંચાડાયા હતા. નંદાસણ પોલીસે ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો :છોટાઉદેપુરમાં કરુણ અકસ્માત! તલાવડીમાં ડૂબી 9 વર્ષની બાળકીનું મોત, બે દિવસમાં બીજી દુર્ઘટનાથી ચકચાર
આ પણ વાંચો :નવસારીમાં કરૂણ અકસ્માત: જીવંત વીજતારના કરંટથી 3 શ્રમિકોના મોત, 3 ઘાયલ
આ પણ વાંચો :વડોદરામાં ડીમાર્ટ સાઇટ પર મોટો અકસ્માત! માટીની ભેખડ નીચે દટાયા બે શ્રમજીવી, દિલધડક રેસ્ક્યુથી બચ્યા
