Not Set/ video: ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન

શુક્રવારે બપોરે ઉકળાટ અને ગરમીના વાતાવરણમાં પલટો આવ્યો અને અચાનક વરસાદ વરસ્યો જેને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સાબરકાંઠાના પોશીના તાલુકા પંથકમા વરસાદ પડ્યો હતો. 15 જૂન બાદ પણ રાજ્યના અનેક શહેરો કે જિલ્લાઓમાં વરસાદ નથી પડ્યો. જેને લઈને લોકો આતુરતા પૂર્વક વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં વરસાદનું આગમન થતા લોકોમાં […]

Top Stories Trending Videos

શુક્રવારે બપોરે ઉકળાટ અને ગરમીના વાતાવરણમાં પલટો આવ્યો અને અચાનક વરસાદ વરસ્યો જેને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સાબરકાંઠાના પોશીના તાલુકા પંથકમા વરસાદ પડ્યો હતો. 15 જૂન બાદ પણ રાજ્યના અનેક શહેરો કે જિલ્લાઓમાં વરસાદ નથી પડ્યો. જેને લઈને લોકો આતુરતા પૂર્વક વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં વરસાદનું આગમન થતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે.

અરવલ્લી જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ ગઇ છે. ત્યારે માલપુરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વરસાદી માહોલ છવાઇ ગયો હતો. પણ ગાજવીજ વરસાદ પડવાથી વીજળી ગુલ થઇ ગઇ હતી અને અંધારપટ છવાઇ ગયો હતો. ત્યારે તંત્રની બેદરકારી પણ નજરે પડી હતી. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

દમણ અને દાદરા નગર હવેલી ખાતે મેઘરાજા ગાજવીજ સાથે વરસ્યા હતા. ત્યારે વરસાદને પગલે ખેડૂતોમાં આનંદની લહેર રેલાઇ હતી. દાદરામાં કાળઝાળ ગરમી બાદ વરસાદ વરસતા લોકોને રાહતનો અનુભવ થયો હતો. ત્યારે વરસાદને પગલે વીજ પાવર પણ ઘણી જગ્યાએ ડૂલ થઈ ગયો છે.

રાજ્યમાં ફરી એકવાર મેઘરાજાનું આગમન થયું છે. વહેલી સવારથી જ વરસાદ શરૂ થઇ ગયો હતો. જેના કારણને વાાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. તો વરસાદની રાહ જોતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી