Not Set/ ફોર્બ્સ દ્વારા દુનિયાના સૌથી તાકાતવર વ્યક્તિઓના નામ કરાયા જાહેર, PM મોદી રહ્યા આ સ્થાને

ન્યૂયોર્ક, દુનિયાના સુપ્રસિદ્ધ મેગેઝીન ફોર્બ્સ દ્વારા દુનિયાના ૭૫ સૌથી તાકાતવર વ્યક્તિઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. ફોર્બ્સ દ્વારા જાહેર યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટોપ ૧૦માં સ્થાન મેળવી ૯મો ક્રમાંક હાંસલ કર્યો છે. આ યાદીમાં ચીનના આજીવન સુધી રહી શકનારા રાષ્ટ્રપતિ શી ઝિનપીંગે પ્રથમ સ્થાન હાંસલ કર્યુ છે. ચીની રાષ્ટ્રપતિ શી ઝિનપીંગે રુસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને […]

Top Stories World

ન્યૂયોર્ક,

દુનિયાના સુપ્રસિદ્ધ મેગેઝીન ફોર્બ્સ દ્વારા દુનિયાના ૭૫ સૌથી તાકાતવર વ્યક્તિઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. ફોર્બ્સ દ્વારા જાહેર યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટોપ ૧૦માં સ્થાન મેળવી ૯મો ક્રમાંક હાંસલ કર્યો છે.

આ યાદીમાં ચીનના આજીવન સુધી રહી શકનારા રાષ્ટ્રપતિ શી ઝિનપીંગે પ્રથમ સ્થાન હાંસલ કર્યુ છે. ચીની રાષ્ટ્રપતિ શી ઝિનપીંગે રુસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને પછાડી પહેલું સ્થાન મેળવ્યું છે.

નોટબંધી ભ્રષ્ટાચાર ખતમ કરવા માટેનું છે મોટું પગલું

ફોર્બ્સ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં પીએમ મોદી દ્વારા કરવામાં આવેલા નોટબંધીના નિર્ણયને ભ્રષ્ટાચાર ખતમ કરવા માટેની દિશામાં મોટું પગલું ગણાવ્યું છે.

ફોર્બ્સના જણાવ્યા મુજબ, “આ ધરતી પર ૭.૫ અબજ લોકો રહે છે, પરંતુ આ ૭૫ પુરૂષો અને મહિલાઓએ દુનિયા બદલવામાં પોતાનું મહત્વનું યોગદાન આપ્યું છે”.

પ્રધાનમંત્રી મોદી દુનિયાના આ વ્યક્તિઓ કરતા છે આગળ :

ફેસબુક CEO માર્ક ઝુકરબર્ગ ( રેન્ક ૧૩)

ઈંગ્લેંડના પીએમ ટેરેસા મેં (રેન્ક ૧૪)

ચીનના પ્રધાનમંત્રી લી કેકિયાંગ  ( રેન્ક ૧૫)

એપલ CEO ટીમ કુક (રેન્ક ૨૪ )

પીએમ મોદી બાદ મુકેશ અંબાણી રહ્યા ૩૨માં ક્રમાંકે 

પીએમ મોદી ઉપરાંત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી ફોર્બ્સની યાદીમાં ૩૨માં ક્રમાંકે છે.ફોર્બ્સની યાદીમાં ૩૨માં ક્રમાંકે રહેલા અંબાણી ૪૧.૨ બિલિયન ડોલર એટલે ૨ લાખ ૭૮ હજાર કરોડ રૂપિયા છે.

ફોર્બ્સ દ્વારા જણાવવામાં આવ્યું, ” મુકેશ અંબાણી દ્વારા વર્ષ ૨૦૧૬માં લોન્ચ કરવામાં આવેલી જિયો ૪જી સર્વિસે દેશના ટેલિકોમ માર્કેટમાં એક ક્રાંતિ સર્જી છે. જિયો દ્બારા પોતાની મફતમાં વોયસ કોલિંગ ઓફર દ્વારા ૧૬ કરોડથી વધુ ગ્રાહકો જોડ્યા છે.

જયારે ભારતીય મૂળના અમેરિકી અને માઈક્રોસોફ્ટના CEO સત્યા નડેલા આ યાદીમાં ૪૦માં ક્રમાંકે છે.
આ છે દુનિયાના ૧૦ સૌથી તાકાતવર વ્યક્તિઓ

  1. શી ઝિનપીંગ   ( ચીનના રાષ્ટ્રપતિ )
  2. વ્લાદિમીર પુતિન   ( રશિયાના રાષ્ટ્રપતિ )
  3. ડોનાલ્ડ ટ્રમ્પ   ( અમેરિકન રાષ્ટ્રપતિ )
  4. એન્જેલા મર્કેલ   (જર્મન ચાન્સેલર)
  5. જેફ બેજોસ   ( એમેઝોન સીઇઓ)
  6. પોપ ફ્રાન્સિસ
  7. બિલ ગેટ્સ   (માઇક્રોસોફ્ટ ફાઉન્ડર )
  8. મોહમ્મદ બિન સલમાન અલ સઉદ   (સાઉદી અરબના પ્રિન્સ)
  9. નરેન્દ્ર મોદી
  10. લેરી પેજ   (Googleના કો-ફાઉન્ડર)