Not Set/ યુએસ ઇરાન સાથે 3 વર્ષ જુની પરમાણુ ડીલ કરી રદ્દ

અમેરિકાએ ઇરાન સાથે ત્રણ વર્ષ પહેલાં થયેલી પરમાણુ ડીલથી પોતાને અલગ કરી દીધા છે. ગિન્નાયાયેલા ઈરાને પણ તત્કાળ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, જો આ સમજુતી નિષ્ફળ ગઈ તો તે પહેલા કરતા અનેક ગણા યુરેનિયમ સંવર્ધન કરશે. સીરિયાઇ ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સના જણાવ્યા અનુસાર, સીરિયાની રાજધાની દમાસ્કમાં આવેલા ઇરાન રિવોલ્યુશનરી ગાર્ડ બેઝને ઇઝરાયલના સૈન્યએ ટાર્ગેટ બનાવ્યું […]

World

અમેરિકાએ ઇરાન સાથે ત્રણ વર્ષ પહેલાં થયેલી પરમાણુ ડીલથી પોતાને અલગ કરી દીધા છે. ગિન્નાયાયેલા ઈરાને પણ તત્કાળ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, જો આ સમજુતી નિષ્ફળ ગઈ તો તે પહેલા કરતા અનેક ગણા યુરેનિયમ સંવર્ધન કરશે. સીરિયાઇ ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સના જણાવ્યા અનુસાર, સીરિયાની રાજધાની દમાસ્કમાં આવેલા ઇરાન રિવોલ્યુશનરી ગાર્ડ બેઝને ઇઝરાયલના સૈન્યએ ટાર્ગેટ બનાવ્યું હતું. યૂએસના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે વ્હાઇટ હાઉસથી ટીવી પર આપેલા ભાષણમાં આ જાહેરાત કરી હતી. આ સાથે જ તેઓએ ઇરાન પર ફરીથી આર્થિક પ્રતિબંધો લાગુ કરવાની પણ વાત કહી હતી.

ઈરાન પર ફરી આર્થિક પ્રતિબંધ લાગી શકે છે જે જેમાં વૈક્ષ્વિક ઓઈલ કંપનીઓ પર ઈરાનમાંથી ઓઈલ ન ખરીદવાનો દબાણ વધશે. ભારત જેવા નજીકના દેશો ઈરાન સાથે ઓઈલ કરાર કર્યો છે, જો ટ્રમ્પના આ નિર્ણયથી વિવાદમાં આવશે. ટ્રમ્પે યુરોપિયન સહયોગીઓ અને અમેરિકાના ટોચના ડેમોક્રેટિક નેતાઓની સલાહને ફગાવતા અ ઈરાની પરમાણું સમજુતી ફગાવવાનો નિર્ણય કર્યો છે.

ટ્રમ્પની ન્યૂક્લિયર ડીલમાંથી અલગ થવાની જાહેરાતના એક કલાક બાદ જ ઇઝરાયલે ઇરાનમાં એર સ્ટ્રાઇક કરી હતી. જેમાં 9 જેટલાં ઇરાની સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ઈરાનને પણ ચેતવણી આપી છે અને કહ્યું છે કે જો આ સમજુતી નિષ્ફળ રહી તો ઈરાન પહેલા કરતા પણ અનેક ઘણા યુરેનિયમ સંવર્ધન કરશે.

ડોનાલ્ડ ટ્રમ્પના ન્યૂક્લિયર ડીલમાંથી હટી જવાના નિર્ણય સામે ઇઝરાયલે ખુશી વ્યક્ત કરી હતી. ઇરાન અને લેબનાનના હેઝબુલ્લાહ સીરિયાના પ્રેસિડન્ટ બશર અલ-અસદને છેલ્લાં સાત વર્ષથી સપોર્ટ કરી રહ્યા છે. જેના કારણે ઇઝરાયલ વારંવાર અહીં એરસ્ટ્રાઇક કરી રહ્યું છે, જેથી નોર્થ ફ્રન્ટમાં લેબનિસ-સીરિયાનું ગઠબંધન થતા અટકાવી શકાય. ગત 9 એપ્રિલના રોજ પણ સીરિયા એરબેઝ પર થયેલી એરસ્ટ્રાઇકમાં 9 સીરિયન સૈનિકોના મોત થયા હતા. ઇરાને આ એરસ્ટ્રાઇક માટે ઇઝરાયલને જવાબદાર ઠેરવ્યું હતું. જુલાઈ 2015માં ઓબામા પ્રશાસન સમયે અમેરિકા, ચીન, રશિયા, બ્રિટન અને જર્મની સાથે મળીને ઈરાને આ સમજુતી કરી હતી.

સમજુતી પ્રમાણે ઈરાને પોતાના સંવર્ધિત યુરેનિયમના ભંડોળને ઓછો કરવાનો હતો અને પોતાના પરમાણું રીએક્ટર્સને વિશ્વના દેશો દેખરેખ માટે ખોલવાના હતાં અને તેના બદલામાં તેના પર લગાવવામાં આવેલા આર્થિક પ્ર્તીબ્ન્ધોમાં આશિંક છૂટ આપવાની હતી.