Rajkot News: ગોંડલમાં રાજકુમાર જાટના મૃત્યુ અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટે આ કેસની તપાસ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક (એસપી) પ્રેમસુખ ડેલુને સોંપવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે 10 ડિસેમ્બર સુધીમાં પ્રગતિ અહેવાલ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. રાજકુમાર જાટ મૃત્યુ કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ આરોપી છે.
SP પ્રેમસુખ ડેલુ અને DySP જેડી પુરોહિત કરશે તપાસ
ગોંડલમાં (Gondal) રાજકુમાર જાટ નામના યુવાનનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. યુવાનના પિતાએ ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજા પર હત્યાનો આરોપ લગાવ્યો છે. તપાસ સીબીઆઈને ટ્રાન્સફર કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat High Court) અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીની સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં થઈ હતી. હાઈકોર્ટે તપાસ સુરેન્દ્રનગરના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ અને ડીવાયએસપી જે.ડી. પુરોહિતને સોંપવાનો આદેશ આપ્યો છે.
તપાસના તમામ કાગળો-CCTV નવી ટીમને સોંપાશે
ગોંડલના ગાયત્રીનગરના રહેવાસી અને પૌણભાજીના વેપારી રતનલાલ શંકરલાલ જાટે આરોપ લગાવ્યો કે, “૨ માર્ચે, હું અને મારો પુત્ર રાજકુમાર ભૂતપૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા પાસેથી ઘરે જવાની વાત કરતા પસાર થયા. ગણેશ જાડેજા અને 7-10 માણસોએ અમને રોક્યા અને અમારા પર હુમલો કર્યો. અમે બંને ઘરે ગયા. જોકે, અમને કારણ વગર માર મારવામાં આવ્યો હોવાથી, અમારો પુત્ર રાજકુમાર તે રાત્રે ફરિયાદ કરવા માટે ભૂતપૂર્વ ધારાસભ્યના બંગલા પર પાછો ગયો, પરંતુ તે પછી રહસ્યમય રીતે ગાયબ થઈ ગયો. સ્થાનિક ગોંડલ પોલીસને આ બાબતની જાણ કરવામાં આવી. ત્યારબાદ રાજકોટ એસપીને લેખિત ફરિયાદ દાખલ કરવામાં આવી, જેના પગલે ગોંડલ પોલીસે તપાસ શરૂ કરી.”દરમિયાન, 3 માર્ચ, 2025 ના રોજ સવારે ૩ વાગ્યે કુવાડવા નજીક વાહનની ટક્કરથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાન અને ગોંડલના ગુમ થયેલા યુવાન વચ્ચે સમાનતા મળ્યા બાદ, પોલીસે તપાસ શરૂ કરી. મૃતક યુવાન રાજકુમાર હોવાનું બહાર આવતાં કેસમાં નવો વળાંક આવ્યો.
આ પણ વાંચો:રાજકુમાર જાટના પિતાએ રોષ ઠાલવ્યો, ‘પુત્રનાં હત્યારા સામે હજુ ફરિયાદ ન નોંધાઈ’
આ પણ વાંચો:રાજકુમાર જાટની મારપીટ થયાને હવે ફોરેન્સિક રિપોર્ટનું પણ સમર્થનઃ રતનલાલ
આ પણ વાંચો:ગોંડલમાં રાજકુમાર જાટના મોત મામલે હવે ફરિયાદ નોંધાઈ
