Rajkot News/ રાજકુમાર જાટના પિતાએ રોષ ઠાલવ્યો, ‘પુત્રનાં હત્યારા સામે હજુ ફરિયાદ ન નોંધાઈ’

રાજકોટ પોલીસ પર પણ આક્ષેપો કરતા કહ્યું કે, પોલીસ ત્યાં ઊભી હતી, એ પણ એકતરફી શાસન કરી રહી છે. બધાને ખબર પડી ગઈ છે કે ગોંડલમાં ગુંડારાજ ચાલે છેે. તેમણે

Top Stories Gujarat Rajkot

Rajkot News: રાજસ્થાની યુવાન રાજકુમાર જાટ (Rajkumar Jat)ના પિતાએ એક વીડિયો (Video) જાહેર કર્યો હતો કેસ આખી દુનિયાએ ઘટનાને જોઈ લીધા બાદ પણ પોલીસ ફરિયાદ નોંધતી નથી, કોઈ કાર્યવાહી કરતી નથી. બે મહિનાથી મદદ માગી રહ્યો છું, પરંતુ પોલીસને કોઈ રસ નથી. આવું શાસન તો અંગ્રેજોના જમાનામાં પણ નહોતું.

રાજકુમાર જાટનાં પિતા રતનલાલ જાટ (Ratanlal Jat) છેલ્લા 2 મહિનાથી પુત્રની મોતના ન્યાય માટે લડી રહ્યાં છે તેમ વીડિયોમાં જણાવી રહ્યાં છે. તેમણે ભારત સરકારને વિનંતી કરી છે કે રાજકુમાર જાટને ન્યાય અપાવો. આ કેસની તપાસ CBI કરે તેવી માગ કરી છે. લોકો ન્યાય માટે લડવા જાય તો અવાજ દબાવી દેવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે, જેને માનું દૂધ પીધું હોય તે સામે આવે, તેમ પડકાર ફેંકી મંદિરે દર્શન કરવા જતા રહે છે. ગોંડલનાં લોકોનું કહેવું છે કે તેઓ અહીં ન આવે, પરંતુ ગોંડલનાં લોકોને તો ડરાવી રાખ્યા છે.

રાજકોટ પોલીસ (Rajkot Police) પર પણ આક્ષેપો કરતા કહ્યું કે, પોલીસ ત્યાં ઊભી હતી, એ પણ એકતરફી શાસન કરી રહી છે. બધાને ખબર પડી ગઈ છે કે ગોંડલમાં ગુંડારાજ ચાલે છેે. તેમણે ગણેશ જાડેજા પર પરણ આક્ષેપો કર્યા હતા. રતનલાલ જાટે બે મહિનાથી જીલ્લા પોલીસવડાને લેખિત રજુઆત કરી ફરિયાદ કરવા માગ કરી છે તેમ છતાં ફરિયાદ નોંધાઈ નથી. આવું શાસન અંગ્રેજોના જમાનામાં પણ નહોતું.

રાજકુમાર જાટ નામના યુવકનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. યુવકના પિતાએ ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજા પર હત્યાનો આરોપ લગાવ્યો હતો. હવે પોસ્ટમોર્ટમનો ફોરેન્સિક રિપોર્ટ પણ બહાર આવ્યો હતો. આ રિપોર્ટમાં અકસ્માત નહીં પણ હત્યાનો ઉલ્લેખ છે. જેથી મૃતક રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટે કહ્યું, “હું શરૂઆતથી જ કહેતો હતો કે મને અને મારા દીકરાને માર મારવામાં આવ્યો હતો. આ હુમલો પૂર્વ ધારાસભ્ય જયરાજ સિંહ જાડેજાના ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર થયો હતો. અધૂરા CCTV ફૂટેજ આપવામાં આવ્યા છે. તેથી તેમણે ફરીથી કહ્યું કે તેમના દીકરાની હત્યા કરવામાં આવી છે.”

મૃતકના પિતાનું કહેવું છે કે પોલીસ યુવાનને માનસિક રીતે અસ્થિર (Mentally Disable) બતાવવાનો પ્રયાસ કરી રહી છે, UPSC ની તૈયારી કરી રહેલો યુવાન માનસિક રીતે અસ્થિર કેવી રીતે હોઈ શકે? તેથી મૃતક યુવકના પરિવારની માગ છે કે પોલીસ યોગ્ય ખુલાસો કરે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગોંડલમાં કથીરિયાનાં વિરોધ બાદ બંને પક્ષે ફરિયાદ; ગૃહમંત્રીએ રાજીનામુ આપવું જોઈએ: કોંગ્રેસ

આ પણ વાંચો:ગોંડલમાં અલ્પેશ કથીરિયા પર હુમલાનો પ્રયાસ, પોલીસ એલર્ટ

આ પણ વાંચો:ગોંડલના ચકચારી રાજ વાડીમાં થયેલા હુમલા મામલે આરોપીઓનો નિર્દોષ છુટકારો