Surat News/ પહલગામ હુમલાથી સુરતનો ટેક્સટાઈલ ઉદ્યોગ અસરગ્રસ્ત, કાપડનો મોટો સોદો રદ કર્યો

પહલગામ હુમલાની અસર સુરત ટેક્સટાઈલ માર્કેટ પર જોવા મળી છે. જમ્મુ કાશ્મીરના વેપારીઓએ 25 લાખ મીટર સામે 20 લાખ મીટરના ઓર્ડર કેન્સલ કરી નાખ્યા છે.

Surat Gujarat

Surat News: જમ્મુ કાશ્મીર (jammu kashmir) માં આવેલા પર્યટન સ્થળ પહલગામમાં થયેલા આતંકી હુમલાને લીધે સહેલાણીની સંખ્યામાં ઘણો ઘટાડો જોવા મળ્યો છે. જેના લીધે સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગ (surat textile industry surat) પર તેનો ઘણો પ્રભાવ જોવા મળ્યો છે. સહેલાણીની સંખ્યામાં ઘટાડો થતા જમ્મુ કાશ્મીરના વેપારીઓએ સરેરાશ 20 લાખ મીટરના કાપડના ઓર્ડર કેન્સલ કરી દીધા છે. સહેલાણીઓ પર થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ છે. જે ક્યારે સુધરે તે કંઈ કહી શકાય તેમ નથી. તો આવી સ્થિતિમાં પાછા ઓર્ડર ક્યારે મળશે તે અંગે કંઈ કહી શકાય તેમ નથી.

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં સહેલાણીઓને આતંકીવાદીઓએ પૂછ્યું કે, તમે હિન્દુ છો કે મુસલમાન, ત્યારબાદ ગોળીબાર કરીને 26 જેટલા નિર્દોષ લોકોની હત્યા કરી નાખી હતી. આ આતંકી ઘટનાથી સમગ્ર દેશમાં રોષની લાગણી ફેલાઈ હતી. ભારત દેશના શત્રુ એવા પાકિસ્તાને હુમલો કરાવ્યો હોવાની ચર્ચાઓ વચ્ચે ભારત દેશના નાગરિકો પાકિસ્તાનના ધ્વજ પર ચપ્પલો મારીને પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. ઉપરાંત દેશના વિવિધ સંગઠનો પણ પાકિસ્તાનના હિન કૃત્યનો વિરોધ કરી રહ્યા છે. પરંતુ આ આતંકી હુમલા (terror attack) ની અસર સુરતના કાપડ ઉદ્યોગ પર જોવા મળી છે.

ટેક્સટાઈલ સેક્ટર સાથે જોડાયેલા લોકોના જણાવ્યા અનુસાર સુરતમાંથી સરેરાશ 25 લાખ મીટર કાપડ જમ્મુ-કાશ્મીરમાં જાય છે. પરંતુ આતંકી હુમલાને લીધે જમ્મુ-કાશ્મીર જતા સહેલાણીઓમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાના લીધે કાશ્મીરના વેપારીઓએ સુરતમાંથી સપ્લાય થતા કાપડના ઓર્ડર પર કાપ મૂક્યો છે. તેમજ 25 લાખ મીટર સામે 20 લાખ મીટરના ઓર્ડર કેન્સલ કરી નાખ્યા છે.

ત્યારે આ બાબતે કહી શકાય છે કે, પહલગામના આતંકી હુમલાની સીધી અસર સુરતની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝ પર સીધી જોવા મળી રહી છે. ત્યારે નોંધનીય છે કે,આતંકી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારે તંગદિલી વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ જોવા મળી છે. ત્યારે આ પરિસ્થિતિ ક્યારે સુધરે તે બાબતે કંઈ કહી શકાય તેમ નથી. નજીકના ભવિષ્યમાં પણ કાપડના ઓર્ડર મળે કે કેન્સલ થાય તે અંગે ઘણી અસમંજસ સ્થિતિ દેખાઈ રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરત મનપામાં પહલગામ હુમલાની શ્રદ્ધાંજલિ સભા શાસક-વિપક્ષ બાખડ્યા

આ પણ વાંચો: સુરતમાં મોડેલ આંચલ સીંગ વિરુદ્ધ ફરિયાદ દાખલ

આ પણ વાંચો: મેં હિન્દુ હું… માર દો ગોલી’:સુરતના યુવકોએ કાશ્મીરના લાલચોકમાં તિરંગો ફરકાવ્યો; કહ્યું- પાકિસ્તાનીઓ તમે તમારા ઈરાદામાં સફળ નહિ થાવ