Surat News/ ‘મેં હિન્દુ હું… માર દો ગોલી’:સુરતના યુવકોએ કાશ્મીરના લાલચોકમાં તિરંગો ફરકાવ્યો; કહ્યું- પાકિસ્તાનીઓ તમે તમારા ઈરાદામાં સફળ નહિ થાવ

આતંકવાદી ઘટના બાદ અમે પાકિસ્તાનીઓને બતાવવા માંગે છે કે અમે ડરી ગયા નથી

Top Stories Gujarat Surat

Surat News : દેશભરમાં હાલ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતના યુવકોએ આજે (27 એપ્રિલ) જમ્મુ-કાશ્મીરના લાલચોકમાં પહોંચી ભારતનો તિરંગો ફરકાવ્યો હતો. સાથે ‘મેં હિન્દુ હું…# માર દો ગોલી’ લખેલી ટી-શર્ટ પહેરી ભારત માતાકી જયના નારા પણ લગાવ્યાં હતાં.

આતંકવાદી ઘટનાક્રમને કારણે ખાસ કરીને ભારતના યુવાનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગઈકાલે સુરતના ચાર જેટલા યુવકો ‘મેં હિન્દુ હું માર દો ગોલી’ લખેલી ટી-શર્ટ પહેરીને જમ્મુ-કાશ્મીર પહોંચ્યા હતાં. શ્રીનગર ખાતે પહોંચ્યા બાદ સુરતના યુવકો લાલચોક ઉપર પહોંચી ગયા હતાં. લાલચોકમાં જઈને સુરતી યુવાનોએ ભારતનો તિરંગો લહેરાવ્યો હતો અને ગર્વથી હમ હિન્દુ હૈના સૂત્રોચાર કર્યા હતાં. તેમણે ભારત માતાકી જય, વંદે માતરમના નારા પણ લગાવ્યા હતા.

સુરતના યુવકોએ કહ્યું કે, અમે જ્યારે લાલચોક પહોંચ્યા હતા, ત્યારે અમારી ટી-શર્ટ ઉપર હમ હિન્દુ હે,  મારદો ગોલી લખીને ગયા હતા ત્યારે આર્મી વાળાએ તો તેનો કોઈ વિરોધ કર્યો ન હતો પરંતુ સ્થાનિક પોલીસ દ્વારા અમને વારંવાર આ બાબતે ટોકવામાં આવી રહ્યા હતા કે હમ હિન્દુ હૈ, એવી ટીશર્ટ પહેરીને તમે કેમ આવ્યા છો. સ્થાનિક પોલીસને અમે સ્પષ્ટતાથી જવાબ આપી દીધો હતો કે આતંકવાદીઓએ જેમને મોતને ઘાટ ઉતાર્યા છે તેમને કયા ધર્મના છો તે પૂછીને ગોળી મારી હતી તેથી અમે એમને અમારો ધર્મ બતાવવા માટે આવ્યા છે. ડરવાની કોઈ જરૂર નથી અહીં લોકોએ ફરવા આવવું જોઈએ.સુરતના યુવક અજયસિંગ રાજપૂતે જણાવ્યું કે, અમે અહીં અમારો ધર્મ બતાવવા માટે લાલચોક ખાતે આવ્યા છે.

આતંકવાદી ઘટના બાદ અમે પાકિસ્તાનીઓને બતાવવા માંગે છે કે અમે ડરી ગયા નથી, તમે ગમે તેટલા પણ હુમલા કરશો, પરંતુ તમારા મનસુબા અમે ક્યારેય પૂરા થવા દેવાના નથી અમે ડરવાના નથી. લાલચોકમાં તિરંગો અમે લહેરાવીને આવ્યા છીએ અમે લાલચોકની વચ્ચોવચ ભારત માતાકી જય અને વંદે માતરમ ના નારા પણ લગાવ્યા છે. અમે લોકોને અપીલ કરી રહ્યા છીએ કે એમનાથી ડરવાની જરૂર નથી તમે બધા ફરવા આવો એમને જે પણ મનસુબા છે, તેને આપણે ક્યારેય પૂર્ણ થવા દેવાના નથી. અમે લાલચોક પરથી જ્યાં આતંકવાદીઓએ પહેલગામમાં નરસંહાર કર્યો છે ત્યાં પહોંચવાનો પણ પ્રયાસ કરી રહ્યા છીએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પહેલગામ હુમલા બાદ દિલ્હીમાં હંગામો, પાકિસ્તાની રાજદૂતને મધ્યરાત્રિએ બોલાવવામાં આવ્યા, PNG નોટિસ આપવામાં આવી

આ પણ વાંચો:આજે એર ઇન્ડિયા શ્રીનગરથી દિલ્હી અને મુંબઈ માટે બે ખાસ ફ્લાઇટ્સ ચલાવશે,એરલાઇન્સનો મોટો નિર્ણય

આ પણ વાંચો:પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દિલ્હી-મુંબઈમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું