Not Set/ AIIMS મામલે ભાજપના નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખના નિવેદનોમાં વિરોધાભાસ

ગાંધીનગર, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી કહે છે કે, એઈમ્સ સૌરાષ્ટ્રમાં બનશે, નીતિન પટેલ કહે સ્થળ નક્કી નથી અને રૂપાણી કંઈ બોલતા નથી કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટને એઈમ્સ આપવાની જાહેરાતની અટકળો વચ્ચે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદનથી મામલો વધુ ગુંચવાયો છે. આજે મળેલી કેબિનેટ બેઠક બાદ આરોગ્ય મંત્રી નીતિનભાઈને એઈમ્સ કોને મળશે? જેના જવાબમાં નાયબ […]

Top Stories Gujarat Videos

ગાંધીનગર,

ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી કહે છે કે, એઈમ્સ સૌરાષ્ટ્રમાં બનશે, નીતિન પટેલ કહે સ્થળ નક્કી નથી અને રૂપાણી કંઈ બોલતા નથી કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટને એઈમ્સ આપવાની જાહેરાતની અટકળો વચ્ચે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદનથી મામલો વધુ ગુંચવાયો છે.

આજે મળેલી કેબિનેટ બેઠક બાદ આરોગ્ય મંત્રી નીતિનભાઈને એઈમ્સ કોને મળશે? જેના જવાબમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, એઈમ્સ સમગ્ર ગુજરાતની જરૂરિયાત છે, ત્યારે રાજ્ય સરકારે 1200 કરોડથી વધુના ખર્ચ સાથે રાજકોટ અને વડોદરાની જમીન અંગેની દરખાસ્ત કેન્દ્ર સરકારને મોકલી ગુજરાતમાં એઈમ્સ ક્યાં બનાવાશે તે અંગેનો નિર્ણય ભારત સરકાર જ લેશે.

જ્યારે આશ્ચર્યની વાત એ છે કે, આ મામલે મુખ્યમંત્રી રૂપાણી કંઈ બોલતા જ નથી.જસદણ પેટાચૂંટણી પહેલા અને પરિણામ બાદ રાજકોટને એઈમ્સ મળી હોવાની વહેતી થયેલી અટકળો વચ્ચે પટેલે આ વાત કેમ લટકાવી રાખી તે ચર્ચાનો વિષય છે.

પેટાચૂંટણીના મતદાન પહેલા જીતુ વાઘાણીએ કહ્યું હતું કે,એઈમ્સ હવે ગુજરાતને મળી ગઈ છે. આ અંગે થોડા દિવસ પછી જાહેરાત કરાશે. મારી પાસે માહિતી આવી છે તે પ્રમાણે એઇમ્સ સૌરાષ્ટ્રને મળી છે.