Not Set/ જૂનાગઢ / જમીન ખાલી કરવાના ડરથી ૩નો આપઘાતનો પ્રયાસ

જુનાગઢ જીલ્લાના માંગરોળ તાલુકાના સાંઢા ગામે ૩ વ્યક્તિઓ દ્વારા ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જમીન માપણીને મુદ્દે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળેલ છે. પ્રાપ્ત વિગતો અનુસાર માંગરોળના સાંઢા ગામે સાથણીની જમીન માપણી મુદ્દે ત્રણ વ્યક્તિ દ્વારા આત્મહત્યા નો પ્રયાસ કરવા માં આવ્યો છે અને ત્રણે વ્યક્તિ દ્વારા ઝેરી દ્વારા પીવામાં આવી […]

Gujarat Others

જુનાગઢ જીલ્લાના માંગરોળ તાલુકાના સાંઢા ગામે ૩ વ્યક્તિઓ દ્વારા ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જમીન માપણીને મુદ્દે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર માંગરોળના સાંઢા ગામે સાથણીની જમીન માપણી મુદ્દે ત્રણ વ્યક્તિ દ્વારા આત્મહત્યા નો પ્રયાસ કરવા માં આવ્યો છે અને ત્રણે વ્યક્તિ દ્વારા ઝેરી દ્વારા પીવામાં આવી છે. જમીન માપણીમાં આ ત્રણેયને જમીન ખાલી કરવાનો ડર લાગતા ત્રણેય દ્વારા ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

2 મહિલા સહિત 3 લોકો એ ઝેરી દવા પીધી હતી. જેમાં મેણીબેન રાણા રાઠોડ, ચંપાબેન ભીખાભાઇ રાઠોડ, અને જીણા ભાઈ રાણા ભાઈ રાઠોડ નામના 3 વ્યક્તિ ઓનો સમાવેશ થાય છે. આ ત્રણેય ને  માંગરોળ ની હોસ્પિટલ માં  લઇ જવામાં આવ્યા છે. લોકો ના ટોળે ટોળા ઉમટ્યા છે. જ્યાં સુધી જમીન નો કબ્જો નહિ મળે ત્યાં સુધી સારવાર નહિ લેવાની આ લોકો એ જીદ પકડી છે.
હાલ પોલીસ નો કાફલો માંગરોળ હોસ્પિટલ માં પહોચ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.