Bhavnagar News: તાજેતરમાં જ પોઈચામાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી, હજુ આ ઘટના લોકો ભૂલ્યા પણ નથી કે ફરી એકવાર આવી જ ઘટના ભાવનગરમાં બની છે. શહેરના સિદસરના બોર તળાવમાં 4 બાળકીઓ ડૂબી જતાં ચારેયના કરૂણ મોત નિપજ્યાં છે. જયારે એક બાળકીને બચાવી લેવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, આગ ઝરતી ગરમીથી રાહત મેળવવા માટે પાંચ બાળકીઓ બોર તળાવવામાં ન્હવા માટે પડી હતી. જેમાંથી ચાર બાળકીઓનું ડૂબી જવાથી મોત થયું છે. જયારે એક બાળકીનો આબાદ બચાવ થયો છે. ચારેય બાળકીના મૃતદેહને હોસ્પિટલ ખસેડાયા હતા. બચાવાયેલી બાળકીને પણ સારવાર માટે હોસ્પિટલ ખેસેદ્વામાં આવી છે. બાળકીના મોતથી પરિવારમાં માતમ છવાઇ ગયો છે.
આ પણ વાંચો:અમદાવાદ એરપોર્ટ પરથી ચાર આતંકવાદીઓ ઝડપાયા, ગુજરાતમાં એલર્ટ
આ પણ વાંચોઃ અમદાવાદ RTOમાં ફરી સર્વર થયું ઠપ
આ પણ વાંચો: અમદાવાદમાં શાળાઓ 23મી મેના રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહની માર્કશીટનું વિતરણ કરશે
