Not Set/ મોદીજીની સરકારે હવે પોતાની એક્સપાયરી ડેટ વટાવી દીધી છે : મમતા બેનર્જી

કલકત્તા, આગામી લોકસભાની ચૂંટણીમાં વર્તમાન મોદી સરકારને ભીંસમાં લેવા માટે કલકત્તામાં એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશની ૨૦થી વધુ નાની અને મોટી પાર્ટીઓના નેતાઓ હાજર રહ્યા છે અને મોદી સરકાર વિરુધ ચૂંટણીનું બ્યુગલ ફૂંકી દીધું છે. આ દરમિયાન રેલીને સંબોધતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ PM મોદી પર હુમલો બોલતા કહ્યું, West Bengal […]

Top Stories India Trending

કલકત્તા,

આગામી લોકસભાની ચૂંટણીમાં વર્તમાન મોદી સરકારને ભીંસમાં લેવા માટે કલકત્તામાં એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશની ૨૦થી વધુ નાની અને મોટી પાર્ટીઓના નેતાઓ હાજર રહ્યા છે અને મોદી સરકાર વિરુધ ચૂંટણીનું બ્યુગલ ફૂંકી દીધું છે.

આ દરમિયાન રેલીને સંબોધતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ PM મોદી પર હુમલો બોલતા કહ્યું,

“મોદી સરકારની સમાપ્તિનો સમય આવી ગયો છે. આ મંચ પર સમગ્ર હિન્દુસ્તાન જોવા મળી રહ્યું છે. આજે યુનાઇટેડ રેલીમાં ૨૩ થી ૨૬ પાર્ટીઓના નેતાઓ એકત્ર થયા છે.

મોદીજી ને લાગે છે કે, તેઓ પીતે જ ઈમાનદાર છે અને બાકી બધા બેઈમાન છે. મોદી સરકારે દેશની સંસ્થાઓ સહિત કોઈ ને છોડ્યા નથી. તેઓએ લાલુ, અખિલેશ અમે માયાવતીને છોડ્યા નથી તો અમે લોકો તમને કેમ છોડીશું”.

ભાજપનું કામ કોમી રમખાણો કરાવવાનું છે. આં જ પ્રમાણે ભાજપ રેલી દ્વારા બંગાળમાં હિંસા કરાવવા ઈચ્છે છે પરંતુ અમે આ થવા દઈશું નહિ.

ભાજપને બંગાળમાં શૂન્ય સીટ મળી છે. આ પાર્ટી પોતાના જ નેતાઓનું સન્માન ઈચ્છતી નથી.

તમે ઈચ્છો એટલી સારી વાતો કરી લો પરંતુ સારા દિવસો હવે આવશે નહિ. અને જો ભાજપ વધુ એકવાર સત્તામાં આવશે તો દેશ ગયો.

જે પાર્ટી લોકોને એકસાથે લઈને ચાલી શકતી નથી તો તે દેશને કેવી રીતે સાથે લઈને ચાલશે.

આ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ પીએમ મોદી પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, 

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીએ દેશને બર્બાદ કરી નાખ્યો છે. આજે દેશનો યુવાન પરેશાન છે, તેની પાસે નોકરી નથી.

આંજે દેશમાં સવા સો કરોડ નોકરીઓ સમાપ્ત થઇ ગઈ છે. ખેડૂતો ભાજપથી પરેશાન છે, આત્ત્મ્હત્યા કરી રહ્યા છે. તેઓની ઉપજ બર્બાદ થાય છે ત્યારે વડાપ્રધાન ઇન્શ્યોરન્સ કંપનીઓના હવાલે કરી દે છે.

છેલ્લા ૭૦ વર્ષમાં પાકિસ્તાનનું સપનું હતું કે ભારતના ભાગલા પાડવામાં આવે. તેથી ૭૦ વર્ષમાં જે કામ પાકિસ્તાન કરી શક્યું નથી તે મોદી અને અમિત શાહની જોડીએ ત્રણ વર્ષમાં કર્યું છે.

તેઓએ હિંદુ – મુસલમાનને લડાવ્યા, મુસલમાનને ઈસાઈઓ સાથે લડાવ્યા છે. તેઓ જો બીજીવાર આવશે તો દેશ બર્બાદ થઇ જશે.