ગાંધીનગર,
ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે 9મી વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટનો પ્રારંભ થઇ ગયો છે. ત્યારે રાજ્યસભાના સાંસદ પરીમલ નથવાણીએ નિવેદન આપતા જણાવ્યુ કે વડાપ્રધાન મોદી સાથે તેમને પણ વિદેશ પ્રવાસ કરવાની તક મળી. વિદેશ પ્રવાસ દરમ્યાન તેમણે રોકાણકારોને ગુજરાતમાં રોકાણ કરવાનું ઇજન આપ્યુ જેને કારણે વાઇબ્રન્ટનું આયોજન સફળ થયુ છે.
