Gujarat Local Body Election 2026/ મતગણતરી પૂર્વે પોલીસ કમિશ્નરની મતગણતરી કેન્દ્રોની મુલાકાત

પોલીસ કમિશ્નર જી.એસ. મલિક દ્વારા મતગણતરી કેન્દ્રો(Counting Centers)ની મહત્વપૂર્ણ મુલાકાત લેવામાં આવી હતી

Gujarat Ahmedabad
પોલીસ કમિશ્નર(Police Commissioner) જી.એસ. મલિક દ્વારા મતગણતરી કેન્દ્રો(Counting Centers)ની મહત્વપૂર્ણ મુલાકાત લેવામાં આવી હતી

Gujarat Local Body Election 2026/ અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ સુરક્ષા વ્યવસ્થામાં શહેર પોલીસ સંપૂર્ણ સજ્જ થઈ ગઈ છે. આ સંદર્ભે આજે પોલીસ કમિશ્નર(Police Commissioner) જી.એસ. મલિક દ્વારા મતગણતરી કેન્દ્રો(Counting Centers)ની મહત્વપૂર્ણ મુલાકાત લેવામાં આવી હતી.

મતગણતરી કેન્દ્રો(Counting Centers) ગુજરાત કોલેજ ખાતે 21 વોર્ડ અને એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે 27 વોર્ડની મતગણતરી થશે

ગુજરાત કોલેજ ખાતે 21 વોર્ડ અને એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે 27 વોર્ડની મતગણતરી યોજાનાર હોવાથી બંને કેન્દ્રો પર સુરક્ષા વ્યવસ્થાની વિગતવાર સમીક્ષા કરવામાં આવી. કમિશ્નરે ત્રિ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી અને પોલીસને જરૂરી માર્ગદર્શન આપ્યું.

આ મુલાકાત દરમિયાન સ્થાનિક પોલીસ અધિકારીઓ અને ચૂંટણી અધિકારીઓ પણ હાજર રહ્યા હતા, જેમણે સંકલન સાથે કામગીરીની તૈયારીઓ રજૂ કરી.

તે સિવાય શહેરના અન્ય સંવેદનશીલ મતદાન મથકો પર પણ સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે, જેથી મતગણતરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે.

અમદાવાદ શહેર પોલીસ સંપૂર્ણ સજ્જ, ચૂંટણી પ્રક્રિયા નિર્વિઘ્ન બનાવવાની તૈયારી પૂર્ણ.


આ પણ વાંચો :ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોરબંદરમાં કરાયો અનોખો પ્રયોગ

આ પણ વાંચો :સુરતમાં CMની ભવ્ય રેલી, AAPને સીધી ટક્કર

આ પણ વાંચો : અરવલ્લીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન માટે તંત્ર સુસજ્જ