જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો કહેર જાણે હાહાકાર મચાવી રહ્યો હોય અને જૂનાગઢ સિવિલ પર જ જાણ કોરોના નામનાં કાળમુખાનુ ગ્રહણ લાગી ગયુ હોય તેવી વિગતો સામે આવી રહી છે. જી હા, જૂનાગઢ સિવિલ હોસ્પિટલનાં 13 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર શહેરમાં ખડભળાટ મચી ગયો છે.
મેડિક્લ સ્ટાફનાં જે અધધધ 13 કર્મચારી કોરોનાની ઝપેટમાં આવી ગયા છે તેમા 5 જુનિયર તબીબ, 5 નર્સિંગ સ્ટાફ, 2 લેબ ટેકનીશ્યન સ્ટાફ, 1 મેડિકલ ઓફિસર કોરોનાની ઝપેટમાં આવી ગયાનુ સામે આવી રહ્યું છે.
કોરોનાની લડાઇમાં કોરોના સામે એનકેન પ્રકારે રક્ષણ આપતા ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફ કોરોનાનો શિકાર બની જતા લોકોમાં પહેલેથી જ પેસી ગયેલો કોરોનાનો ભય વધુ હાહાકાર મચાવી રહ્યો હોવાનું જોવામાં આવી રહ્યુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
