ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અનિયંત્રીત જોવામાં આવી રહી છે અને કોરોના સરકારનાં કહેવાતા તમામ પ્રયાસો પછી પણ ગુજરાતની ઘોર ખોદી રહ્યો છે. સંક્રમણની ફ્રિક્વન્સી એટલી ઝડપી જોવામાં આવી રહી છે કે હવે શું અને હવે કયા ઠોસ પગલા(પાન-માવા-ચા નાં ગલ્લા બંધ જેવા અણઘણ) લેવા તે ખુદ તંત્રને પણ સમજમાં નથી આવી રહ્યું તેવું પ્રતિત થાઇ રહ્યું છે. ઠેરઠેરથી વિગતો વિદિત છે કે આ શહેર સંપૂર્ણ બંધ પાડશે ફલા શહેરની આ બજારો અને આ વેપારી સંગઠનો દ્વારા સ્વયંભૂ બંધ પાડવાની જાહેરાત કરવામાં આવી રહી છે. અને લોકો આવુ કરવા મજબૂર થયા છે કારણ કે…
રાજકોટ જીલ્લાનાં ગોંડલ તાલુકા અને શહેરમાંથી કોરોનાનાં નવા 7 પોઝિટિવ કેસ એક દિવસમાં જ સામે આવ્યા છે. સબ સલમત હે નાં સરકારી દાવા વચ્ચે નાનકડા તાલુકા- શહેરમાંથી એક સાથે સાત કેસ સામે આવતા ખડભડાટ મચી જવા પામ્યો છે. સામે આવતી વિગતો મૂજબ ગોંડલ શહેરમાં 5 તાલુકામાં 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો ગોડલમાં એક જ ઘરમાં 2 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે, તાલુકામાં માંડણ કુંડલામાં 2 પોઝિટિવ કેસ સહિત શહેરમાં એક કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
