Not Set/ હવે તો અકસ્માત ન થાય તો જ નવાઇ જેવો ગુજરાતનો ક્યાસ, ફરી લેવાયો એકનો ભોગ

અકસ્માત હવે તો જો ન બને તો જ નવાઇની વાત તેવી, ગુજરાતની હાલત હાલ થઇ ગઇ છે. રોજને રોજ કોઇને કોઇ અકસ્માતો ગુજરાતનાં રોડ પર લોહી વહાવતા રહે છે. લોકો પણ રોજ અફસોસ વ્યક્ત કરી, થોડી ક્ષણોમાં આ દુર્ઘટનાને ભૂલી જાય છે. આમ પણ લોકોની યાદશક્તિ ઓછી હોય છે તેવું અનેક વાર સાબિત પણ થઇ […]

Top Stories Gujarat Others

અકસ્માત હવે તો જો ન બને તો જ નવાઇની વાત તેવી, ગુજરાતની હાલત હાલ થઇ ગઇ છે. રોજને રોજ કોઇને કોઇ અકસ્માતો ગુજરાતનાં રોડ પર લોહી વહાવતા રહે છે. લોકો પણ રોજ અફસોસ વ્યક્ત કરી, થોડી ક્ષણોમાં આ દુર્ઘટનાને ભૂલી જાય છે. આમ પણ લોકોની યાદશક્તિ ઓછી હોય છે તેવું અનેક વાર સાબિત પણ થઇ ચુક્યું છે. જો આવુ ન હોત તો, આવું પણ ન જ હોત. જી હા ફરી એક અકસ્માતમાં કોઇનો ભોગ લેવાયો છે.

કચ્છનાં રાધનપુર-સામખીયાળી હાઇવે પર અકસ્માત સર્જાયાની ઘટના સામે આવી છે. આટલું ઓછું હોય તેવી રીતે બજવાબદાર અને નિર્દય વાહન ચાલક અકસ્માત સર્જીને ત્યાંથી ચુપચાપ પલાયન પણ કરી ગયો હતો. જી હા કોઇ અજ્ઞાત વાહનની ટકકરે આ અકસ્માત થતાંનું સામે આવી રહ્યું છે. અને અકસ્માતમાં એક પોલીસ કર્મીનું મોત નિપજ્યું છે. ભચાઉનાં લાકડિયાનાં કોન્સ્ટેબલનું આ અકસ્માતમાં મોત નિપજ્યું છે. જો કે, લાચાર પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો છે અને તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.