ગણેશોત્સવ સ્પેશિયલ/ સુરતમાં નવા સંસદ ભવનની થીમ પર ગણેશજીની કરાઈ સ્થાપના

સુરતમાં વાસ્તવ ગ્રુપ દ્વારા તારવાડી વિસ્તારમાં નવા સંસદ ભવનની થીમ પણ શ્રીજીની સ્થાપના કરી હતી.

Gujarat Surat

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતના તાળવાડી વિસ્તારમાં વાસ્તવ ગ્રુપ દ્વારા ચાર મહિનાની મહેનત બાદ નવા સંસદ ભવનની થીમ સાથે શ્રીજીની સ્થાપના કરી હતી.આ થીમ સુરતમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્ર સાથે 150 જેટલા સ્વયં સેવકો દ્વારા નવા સંસદ ભવનની પ્રતિકૃતિ સાથે ભારતની વિરાસતના દર્શન કરાવતો આ ગણેશ પંડાલ આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે.

સુરતમાં ગણેશ સ્થાપનાને લઈ અનેક પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી રહી છે ત્યારે સુરતમાં વાસ્તવ ગ્રુપ દ્વારા તારવાડી વિસ્તારમાં નવા સંસદ ભવનની થીમ પણ શ્રીજીની સ્થાપના કરી હતી.આ થીમને નિહાળવા માટે સુરતના મેયર સહિત સાધુ સંતો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

ગત વર્ષે વાસ્તવ ગ્રુપનો થીમને લઈ શહેર ભરમાં પ્રથમ ક્રમ મળ્યો હતો.જેથી આ વખતની થીમ પણ ગ્રુપ દ્વારા વિશેષ બનાવવા માં આવી છે. જે સમય દરમ્યાન વાસ્તવ ગ્રુપના સભ્યો થીમને લઈ મનોમંથન કરતા હતા તે સમયે નવું સંસદ ભવન થઈ રહ્યું હતું.જેથી ટિમ ના તમામ સભ્યો દ્વારા 4 મહિના ની મહેનત થી 150 જેટલા સભ્યો એ મહેનત કરી સંસદ ભવન તૈયાર કર્યું હતું.

આ સંસદ ભવનમાં ભારતની ધરોહરના દર્શન કરાવતી થીમ તૈયાર થઈ હતી.આ થીમમાં ભારતની ઇતિહાસ ની જાંખી તેમજ ભારતનું સંસદ ભવનની પ્રતિકૃતિ આબેહૂબ તૈયાર કરાઈ હતી.જેમાં આઝાદી સમય ન લડવૈયા તેમજ અખંડ ભારત અને અશોક સ્તંભ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ થીમને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થઈ રહ્યા છે. હાલ વાસ્તવ ગૃપ દ્વારા સંસદ ભવનની થીમેં લોકોમાં આકર્ષક જમાવ્યું છે.

આ પણ વાંચો:સમરસ હોસ્ટેલમાં હોબાળો, આ કારણે વિદ્યાર્થીઓ કરી રહ્યાં છે વિરોધ

આ પણ વાંચો:ભારે વરસાદને પગલે અમદાવાદથી પસાર થતી ટ્રેનો કરાઈ રદ, ઘરેથી નીકળતા પહેલા જોઈ લો લિસ્ટ

આ પણ વાંચો:ભાવનગર તબીબને બ્લેકમેલ કરી કરોડોની ખંડણી માગનાર ત્રણ ઝડપાય

આ પણ વાંચો:એ..હાલો..ને માનવિયું તરણેતરના મેળે” તરણેતરના મેળાનો આવતીકાલથી પ્રારંભ થશે