Gujarat Monsoon Update: ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી 3 કલાક માટે નાઉકાસ્ટ જાહેર કરીને રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
અમદાવાદ ઉપરાંત ખેડા અને મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને બોટાદમાં પણ વરસાદની શક્યતા છે. સાબરકાંઠા, અરવલ્લી અને સુરેન્દ્રનગરમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત ભાવનગર, આણંદ, પંચમહાલ અને દાહોદમાં પણ વરસાદ પડી શકે છે. ગાંધીનગર, વડોદરા, ભરૂચ અને છોટાઉદેપુરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સુરત, તાપી, ડાંગ અને દમણ સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજથી રાજ્યમાં ફરી મેઘમહેર જોવા મળી શકે છે. આગામી 11થી 14 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ પૂર્વ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામવાની શક્યતા છે.
આ દરમિયાન અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહીને પગલે તંત્ર દ્વારા પણ સતર્ક રહેવાની જરૂરિયાત ઊભી થઈ છે.
આ પણ વાંચો: ગુજરાત પર 4 વરસાદી સિસ્ટમ સક્રિય, આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી
આ પણ વાંચો: ગુજરાતમાં ફરી વરસાદનો રાઉન્ડ શરૂ! આ વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા, ઠંડકથી લોકોને રાહત
આ પણ વાંચો: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, અનેક જિલ્લામાં વરસાદની શક્યતા
