Gir Somnath News/ ગીર સોમનાથના છારા દરિયાકાંઠે કરુણ ઘટના: ન્હાવા પડેલા પાંચ કિશોરો ડૂબ્યા, ત્રણનો બચાવ; બે લાપતા

ગીર સોમનાથના કોડીનાર તાલુકાના છારા દરિયાકાંઠે (Chhara Sea Accident) પાંચ કિશોરો ડૂબવાની ઘટના બની છે. માછીમારોએ ત્રણ કિશોરોને બચાવ્યા છે, જ્યારે બે કિશોરોની શોધખોળ માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

Top Stories Gujarat Others Breaking News
Chhara Sea Accident: છારા દરિયામાં પાંચ કિશોરો તણાયા, માછીમારોએ ત્રણને બચાવ્યા

Gir Somnath News: ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામના દરિયાકાંઠે (Chhara Sea Accident) એક કરુણ ઘટના સામે આવી છે. દરિયામાં ભારે કરંટ અને ઉછળતા મોજા વચ્ચે ન્હાવા પડેલા પાંચ કિશોરો પાણીમાં તણાઈ ગયા હતા. ઘટનામાં સ્થાનિક માછીમારોની સમયસૂચકતાથી ત્રણ કિશોરોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે બે કિશોરો હજુ સુધી લાપતા છે.

મળતી માહિતી મુજબ, છારા ગામના દરિયાકિનારે કેટલાક કિશોરો ન્હાવા માટે દરિયા (Chhara Sea Accident)માં ઉતર્યા હતા. દરમિયાન દરિયાના ઊંડા પાણી અને ભારે પ્રવાહના કારણે બે કિશોરો ડૂબવા લાગ્યા હતા. તેમને બચાવવા માટે અન્ય ત્રણ મિત્રો પણ આગળ વધ્યા હતા, પરંતુ જોતજોતામાં પાંચેય કિશોરો દરિયાના પાણીમાં તણાવા લાગ્યા હતા.

માછીમારોએ દરિયામાં ઉતરી ત્રણ કિશોરોને બચાવ્યા

ઘટનાની જાણ થતાં જ દરિયાકાંઠે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આસપાસના લોકો તાત્કાલિક દરિયા (Chhara Sea Accident) કિનારે દોડી આવ્યા હતા.આ દરમિયાન નજીકમાં હાજર રહેલા સ્થાનિક માછીમારોએ હિંમત બતાવીને દરિયામાં છલાંગ લગાવી હતી. માછીમારોની તાત્કાલિક બચાવ કામગીરીના કારણે ત્રણ કિશોરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી.

બે કિશોરો દરિયામાં લાપતા

દરિયાના ભારે કરંટના કારણે બે કિશોરો ઊંડા પાણીમાં તણાઈ ગયા હતા. લાપતા થયેલા કિશોરોની ઓળખ નિર્મલ હમીરભાઈ ચુડાસમા અને ભાવસિંહભાઈ ભરતભાઈ ચુડાસમા તરીકે થઈ છે.બંને કિશોરોની શોધખોળ માટે સ્થાનિક માછીમારો અને સુરક્ષા તંત્ર દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. દરિયામાં શોધખોળની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

Chhara Sea Accident: છારા ગામમાં શોકનો માહોલ

આ ઘટનાની જાણ થતાં છારા ગામ સહિત સમગ્ર કોડીનાર પંથકમાં શોકનો માહોલ ફેલાયો છે. લાપતા કિશોરોના પરિવારજનોમાં ચિંતા અને આક્રંદનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.દરિયાકાંઠે જતા લોકો માટે ફરી એકવાર ચેતવણીરૂપ બનેલી આ ઘટનાએ ભારે કરંટ અને જોખમી સ્થિતિમાં દરિયામાં ન ઉતરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.


આ પણ વાંચો:હળવદ પાસે નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા તમિલનાડુના બે કિશોરો ડૂબ્યા, પરિવારમાં માતમ

આ પણ વાંચો:યમુના નદીમાં ન્હાવા ગયેલા પાંચ કિશોરોમાંથી ચાર તણાયા, બચાવ કામગીરી યથાવત

આ પણ વાંચો:દમણના ડાભેલમાં તળાવમાં ન્હાતા ત્રણ કિશોરો ડૂબ્યા, એકનું મોત, બેની શોધખોળ ચાલુ