Daman news/ દમણના ડાભેલમાં તળાવમાં ન્હાતા ત્રણ કિશોરો ડૂબ્યા, એકનું મોત, બેની શોધખોળ ચાલુ

દમણમાં ન્હાવા ગયેલા સાત કિશોરો માંથી ત્રણ કિશોરો ઊંડા પાણીમાં ડૂબી જતાં એકનું મોત નીપજ્યું છે, જ્યારે બે કિશોરો હજુ ગુમ છે.રેસ્ક્યૂ ઓપરેશન યુદ્ધના ધોરણે ચાલુ છે.

Top Stories Gujarat Breaking News
કિશોરો

Daman News:દમણના ડાભેલ ગામના એક તળાવમાં ગુરુવારે (11 ડિસેમ્બર) સાંજે ન્હાવા ગયેલા સાત કિશોરો માંથી ત્રણ કિશોરો ઊંડા પાણીમાં ડૂબી જતાં એકનું મોત નીપજ્યું છે,જ્યારે બે કિશોરો હજુ ગુમ છે. ફાયર બ્રિગેડ, પોલીસ અને દમણ પ્રશાસનની ટીમો દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન (Rescue operation) યુદ્ધના ધોરે ચાલુ છે.મળતી માહિતી અનુસાર, ડાભેલ ગામના સ્થાનિક કિશોરોનું એક જૂથ બપોર પછી ગામની પાસે આવેલા મોટા તળાવમાં ન્હાવા ગયું હતું.

તળાવમાં ન્હાવા આવતા કિશોરોમાંથી સાતેક કિશોરો ઊંડા પાણીમાં ગયા હતા.પાણીની ઊંડાઈ વધતાં ત્રણ કિશોરો પાણીમાં ડૂબવા લાગ્યા હતા. સાથે રહેલા અન્ય કિશોરોએ બૂમાબૂમ કરીને ગ્રામજનોને જાણ કરી હતી.બનાવની જાણ થતાં જ દમણ ફાયર બ્રિગેડ, દમણ પોલીસ (Daman Police) અને પ્રશાસનની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું અને એક કિશોરને બહાર કાઢ્યો, પરે ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું. મૃત કિશોરની ઓળખાણ હજુ થઈ નથી,પરંતુ તેની 15 થી 17 વર્ષની આસપાસની ઉંમરનો હોવાનું કહેવાય છે.બાકીના બે કિશોરોની શોધ માટે ફાયર બ્રિગેડની બે ટીમો, સ્થાનિક ડાઈવર્સ અને પોલીસની ટીમ આખી રાતથી કાર્યરત છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દમણ પોલીસ પર લાગ્યો તોડ કર્યાનો આરોપ

આ પણ વાંચો:વાપીમાં LCBની મોટી કાર્યવાહી, દમણથી આવતો રૂ. 11.89 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો 

આ પણ વાંચો:ભરતી દીવદમણમાં તો પરીક્ષા બીજે કેમ, સાંસદ ઉમેશ પટેલનો સવાલ