Not Set/ સાવરકુંડલા : બાઢડા ગામે હનીટ્રેપમાં ફસાયેલા યુવાનને જૂનાગઢ પોલીસે સલામત છોડાવ્યો, ખંડણી ભેદ ઉકેલાયો

સાવરકુંડલાનાં બાઢડા ગામનાં યુવક સાથે હની ટ્રેપની ઘટના બની હોવાનુ સામે આવી રહ્યુ છે. મહિલાએ મોબાઈલમાં મિત્રતાને જાળવી રાખવા મળવા બોલાવ્યા બાદ ૨૫ લાખની ખંડણીની માંગણી કરી હતી. અમરેલી એસ.ઓ.જીએ ગણતરીની કલાકોમાં જ 1 મહિલા સહિત 5 શખ્સોની ધરપકડ કરી. તો અન્ય 1 મહિલા સહિત 5 વ્યક્તિઓ ફરાર હોવાનું સામે આવી રહ્યુ છે. હની ટ્રેપમાં […]

Gujarat

સાવરકુંડલાનાં બાઢડા ગામનાં યુવક સાથે હની ટ્રેપની ઘટના બની હોવાનુ સામે આવી રહ્યુ છે. મહિલાએ મોબાઈલમાં મિત્રતાને જાળવી રાખવા મળવા બોલાવ્યા બાદ ૨૫ લાખની ખંડણીની માંગણી કરી હતી. અમરેલી એસ.ઓ.જીએ ગણતરીની કલાકોમાં જ 1 મહિલા સહિત 5 શખ્સોની ધરપકડ કરી. તો અન્ય 1 મહિલા સહિત 5 વ્યક્તિઓ ફરાર હોવાનું સામે આવી રહ્યુ છે. હની ટ્રેપમાં ફસાયેલ યુવકને પોલીસે જૂનાગઢનાં વિસાવદર તાલુકાનાં લીમધ્રાની સીમમાંથી સહી સલામત છોડાવ્યો છે. આ અંગે પકડાયેલા  આરોપીઓને ડીવાયએસપીએ પ્રેસ કોન્ફ્રરન્સ કરી મીડિયા સામે લાવ્યા હતા અને હનીટ્રેપને નિષ્ફળ બનાવીને પોલીસે હનીટ્રેપમાં ફસાયેલા યુવકને બચાવ્યો હતો.

સાવરકુંડલા અંબિકા સોસાયટીમાં રહેતા ભીખુભાઇ ભોળાભાઇ કરમટા તથા બાબરા તાલુકાનાં ખંભાળા ગામે રહેતી પ્રવિણાબેન ઉર્ફે પરમા પોપટભાઇ નથુભાઇ સુસરાએ મળીને હનીટ્રેપનો પ્‍લાન બનાવ્યો હતો. અને તે પ્‍લાન મુજબ પ્રવિણાબેન ઉર્ફે પરમાએ ભોગ બનનાર કલ્‍પેશભાઇ ભીખાભાઇ સરધારા સાથે પરિચય કેળવી ફોનમાં વાતો કરી પ્રેમ જાળમાં ફસાવ્યા અને કલ્‍પેશભાઇને મળવા માટે બોલાવતાં કલ્‍પેશભાઇ પોતાની ઓલ્‍ટો કારમાં પ્રવિણાબેન ઉર્ફે પરમાને લેવા માટે સાવરકુંડલા આવેલ અને પ્રવિણાબેનને પોતાની ફોરવ્‍હીલમાં બેસાડી બાઢડા ગામની સીમમાં આવેલી પોતાની વાડીએ લઇ ગયા. અને વાડીએ કલ્‍પેશભાઇ આ પ્રવિણાબેન ઉર્ફે પરમા સાથે હાજર હતાં ત્યારે અગાઉથી નક્કી થયા મુજબ અન્‍ય આરોપીઓ જેમાં પ્રવિણાબેન ઉર્ફે પરમાની બહેન રેખાબેન ઉર્ફે અનુબેન વિરમભાઇ મેવાડા, તથા ઘાનાભાઇ આલસુરભાઇ ગુજરીયા તથા ઇમ્‍તીયાઝ ઉર્ફે પોપટ જાવેદભાઇ બ્લોચ ત્યા ધસી આવ્યા હતા. અને આ પ્રવિણાબેન ઉર્ફે પરમા સાથે તું અત્યારે અહીં શું કરે છે? તેમ કહી કલ્‍પેશભાઇ તથા પ્રવિણાબેન ઉર્ફે પરમાનાં ફોટા પાડી લીધેલ કલ્‍પેશભાઇને બાદમાં માર મારવાનું શરૂ કર્યુ હતું. આરોપી ઇમ્તીયાઝે કલ્પેશનાં પગનાં ભાગે છરીની અણીઓ મારી ‘રૂ.50 લાખ આપ તો  જવા દઇએ ’ નહીંતર તને જૂનાગઢ લઇ જઇ માર મારીશું  કહેતા યુવાનની આંખે પાટા બાંધી કારમાં વિસાવરદના લીમધ્રા ગામે આરોપી દિનેશની વાડીએ લઇ ગયા હતા.

રૂપિયા 50 લાખની માંગણી કરી રહેલાને અલ્‍પેશભાઇએ કહ્યુ કે ‘‘મારાથી આટલા રૂપીયા અત્યારે કેમ થાય?’’ તેમ કહેતા આ લોકોએ કલ્‍પેશભાઇને તેની જ ઓલ્ટો ગાડીમાં બેસાડી વિસાવદર દિનેશભાઇ દેવજીભાઇ ડાભી, તા.વિસાવદરવાળાની વાડીએ લઇ જઇ કલ્‍પેશભાઇને આંખે પાટા બાંધી દીધેલ અને કલ્‍પેશભાઇની ખુબ વિનંતી પછી પચાસ લાખમાંથી પચ્ચીસ લાખ લેવા તૈયાર થઇ ગયેલ અને કલ્‍પેશભાઇનાં મોબાઇલમાંથી તેના મોટા ભાઇ અશ્વિનભાઇનાં મોબાઇલમાં ફોન કરી કલ્‍પેશભાઇને છોડવાના અને તેના ફોટા વાઇરલ નહીં કરવાના બદલામાં રૂપીયા પચ્‍ચીસ લાખની ખંડણીની માંગણી કરી હતી. અને આ રકમ જલ્દી જ મોકલી આપવા જણાવેલ હતું. ફરિયાદીએ આટલી મોટી રકમની વ્યવસ્‍થા કરવા થોડો વધુ સમયની માંગણી કરેલ હોય આ સમય દરમ્‍યાન અમરેલી એસ.ઓ.જી. ટીમે ટેકનીકલ સોર્સથી ભોગ બનનાર કલ્‍પેશભાઇનું પગેરૂં શોધી કાઢી વિસાવદર ગામની સીમમાં આવેલ વાડીએથી તેમને સહી-સલામત છોડાવી દીધા હતા. અને ઉપરોક્ત પાંચેય આરોપીઓને પકડી પાડી સાવરકુંડલા રૂરલ પોલીસ સ્‍ટેશનમાં વધુ તપાસ અર્થે સોંપ્યા છે. તેમજ આ અપહરણનાં ગુન્‍હામાં સંડોવાયેલ અન્‍ય આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરેલ છે.