Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં ઓમ શાંતિ વિદ્યાલયની સ્કૂલ બસમાં એક ગંભીર અકસ્માત સર્જાયો છે. શાળાએ જઈ રહેલી બસનું તળિયું અચાનક (School Bus Accident) તૂટી જતાં 6 વર્ષનો વિદ્યાર્થી દિવ્યરાજસિંહ સોલંકી નીચે પટકાયો હતો. ઘટનાને પગલે બસમાં સવાર વિદ્યાર્થીઓ અને ડ્રાઇવરમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
School Bus Accident: 6 વર્ષના દિવ્યરાજસિંહ સોલંકીનું કરૂણ મોત
આ દુર્ઘટનામાં ઓમ શાંતિ વિદ્યાલયમાં અભ્યાસ કરતા 6 વર્ષના દિવ્યરાજસિંહ સોલંકીનું મોત થયું છે. બસમાંથી નીચે પટકાયા બાદ બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બાળકને સારવાર માટે લઈ જવાની કામગીરી શરૂ કરી હતી.
હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ માસૂમ બાળકે તોડ્યો દમ
અકસ્મિક ઘટનાના પગલે બાળકને તાત્કાલિક સારવાર માટે લઈ જવાની તૈયારી કરવામાં આવી હતી, પરંતુ ઈજાઓ ગંભીર હોવાના કારણે હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેનું મોત (Student Death) નીપજ્યું હતું. બાળકના મોતના સમાચાર મળતાં જ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો અને સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.
જર્જરિત બસની સ્થિતિને લઈને ઉઠ્યા ગંભીર સવાલો
અકસ્માત બાદ સ્કૂલ બસની સ્થિતિને લઈને અનેક સવાલો ઉભા થયા છે. વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે બાળકોના જીવ સાથે ચેડાં કરીને જર્જરિત બસો ચલાવવામાં આવી રહી હતી. બસની જાળવણી અને સુરક્ષા વ્યવસ્થા સામે પણ પ્રશ્નો ઉઠ્યા છે.
બસના દસ્તાવેજો અને ફિટનેસ અંગે તપાસની માંગ

ઘટના બાદ બસના દસ્તાવેજો, ટેક્સ અને ફિટનેસ સર્ટિફિકેટને (Vehicle Fitness Issue) લઈને પણ સવાલો ઉઠ્યા છે. બસ નિયમો મુજબ ફિટ હતી કે નહીં અને તેની યોગ્ય તપાસ કરવામાં આવી હતી કે નહીં તે અંગે તપાસ કરવાની માંગ કરવામાં આવી રહી છે.
સંચાલકના દાવા સામે પણ પ્રશ્નો
સ્કૂલ સંચાલક દ્વારા કરવામાં આવેલા અગાઉના દાવાઓ સામે પણ હવે સવાલો ઉઠી રહ્યા છે. મૃતક વિદ્યાર્થીના પરિવારને આપવામાં આવેલી માહિતી અંગે પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે. સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ વાલીઓ અને સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે.ઘટના બાદ જિલ્લા શિક્ષણ વિભાગની કામગીરી પર પણ ચર્ચા શરૂ થઈ છે. સ્કૂલ વાહનોની સુરક્ષા, ફિટનેસ અને નિયમોના પાલન અંગે ફરી એકવાર સવાલો ઉભા થયા છે. આ મામલે સત્તાવાળાઓ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
આ પણ વાંચો: જામનગરમાં ચાંદીપુરાનો કહેર! વઘુ એક બાળકના મોતથી ચિંતા વધી, મૃત્યુઆંક 5 પર પહોંચ્યો
આ પણ વાંચો: છોટાઉદેપુર-દાહોદના જંગલમાં વાઘની હાજરીની પુષ્ટિ, 17 મહિનાથી વન વિભાગની નજર
આ પણ વાંચો: વિકાસ કે વહીવટી બેદરકારી? ભાવનગર-ગીર સોમનાથમાં કરોડોના કામો સામે વિરોધનો સૂર
